Nirmala Sitharaman again Elected in Modi Cabinet
  • Home
  • Election 2019
  • મોદી કેબિનેટમાં નિર્મલા સીતારમણની એન્ટ્રી, જાણો સેલ્સ ગર્લથી રક્ષા મંત્રી સુધીના સફર વિશે

મોદી કેબિનેટમાં નિર્મલા સીતારમણની એન્ટ્રી, જાણો સેલ્સ ગર્લથી રક્ષા મંત્રી સુધીના સફર વિશે

 | 8:36 pm IST

દેશના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બીજા મહિલા રક્ષા મંત્રી તરીકે ફરજ બજાવનાર નિર્મલા સીતારમણની એકવાર ફરી મોદી સરકારની કેબિનેટમાં એન્ટ્રી થઈ છે. જ્યારે સૂત્રો મુજબ તેમનું મંત્રાલય પણ એ જ રહેશે એવા સમાચાર છે. પોતાના પહેલા કાર્યકાલમાં નિર્મલા ઘણા એક્ટિવ રહ્યા અને રાફેલ વિવાદ પર તેમને સંસદ અને બહાર સારી રીતે સરકારનો પક્ષ રજૂ કર્યો. તમિલનાડુના એક સામાન્ય પરિવારથી આવેલ નિર્મલા સિતારમણે એક સમયે સેલ્સ ગર્લ તરીકે પણ કામ કર્યું હતું. પરંતુ પછી બીજેપી સાથે જોડાઈ માત્ર 11 વર્ષમાં તેઓ કેવી રીતે અહીં સુધી પહોંચ્યા આવો જાણીએ…

તમિલનાડુમાં જન્મ, રેલવેમાં હતા પિતા:

નિર્મલા સિતારમણનો જન્મ તમિલનાડુના એક સામાન્ય પરિવારમાં 18 ઓગસ્ટ 1959ના રોજ થયો હતો. તેમના પિતા રેલવેમાં કામ કરતા હતા જ્યારે માતા ઘર સંભાળતા હતા. પિતાની નોકરીમાં વારંવાર ટ્રાન્સફર થતું હતું. જેના કારણે તેઓ તમિલનાડુના કેટલાક ક્ષેત્રોમાં રહ્યા.

JNUમાં કર્યો અભ્યાસ:

સીતારમણે તેમનો શરુઆત અભ્યાસ તમિલનાડુના તિરુચિરાપલ્લીથી કર્યો હતો. જ્યારે તેમને ગ્રેજ્યુએશન અર્થશાસ્ત્રમાં કર્યું હતું. ત્યાર બાદ માસ્ટર્સ માટે તેઓ દિલ્હીના જ્વાહર લાલ નેહરુ યુનિવર્સિટીમાં આવ્યા હતા અને પછી તેમને ઇન્ડો-યુરોપિયન ટેક્સટાઇલ ટ્રેડમાં પીએચડી રિસર્ચ કર્યું.

લંડનમાં સેલ્સ ગર્લ તરીકે કર્યું કામ:

લગ્ન બાદ પતિ સાથે લંડનમાં રહેતા સમયે નિર્મલા સિતારમણે એક સ્ટોરમાં સેલ્સ ગર્લ તરીકે કામ પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ લંડનમાં કૃષિ એન્જિનિયર્સ એસોસિએશન સાથે જોડાયા. ત્યાર બાદ લંડનમાં તેમને પ્રાઇસ વોટરહાઉસ નામની એક કંપનીમાં સીનિયર મેનેજર તરીકે પણ કામ કર્યુ હતું. ભારત પરત ફરી તેમને હૈદરાબાદમાં સેન્ટર ફોર પબ્લિક પોલિસીમાં ડેપ્યુટી ડાયરેક્ટરના રૂપે કામ કર્યું.

2008માં જોઈન કરી બીજેપી, બે વર્ષમાં બન્યા પ્રવક્તા:

નિર્મલાએ 2008માં રાજનીતિમાં પગ મૂક્યો હતો અને બીજેપી જોઈન કરી હતી. જોકે માત્ર 2 વર્ષ બાદ તેઓ પાર્ટી પ્રવક્તા બન્યા હતા. 26 મે 2014માં મોદી સરકારમાં તેમને રાજ્ય મંત્રીનો પદ આપવામાં આવ્યો હતો અને પછી 3 ડિસેમ્બર 2017ના રોજ કેબિનેટમાં ફેરફાર થતા તેમને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા.

ઇન્દિરા ગાંધી બાદ બીજા રક્ષા મંત્રી:

અગાઉની સરકારમાં રક્ષા મંત્રી બન્યા બાદ નિર્મલા સીતારમણે એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ રેકોર્ડ હતો દેશના બીજા મહિલા રક્ષા મંત્રી બનવાનો. નિર્મલા પહેલા, માત્ર ઇન્દિરા ગાંધીએ તેમની સરકારમાં આ ચાર્જ લીધો હતો.

JNUમાં મુલાકાત બાદ ડો.પ્રભાકર સાથે લગ્ન:

JNUમાં અભ્યાસ દરમિયાન નિર્મલા સીતારમણની મુલાકાત ડો.પરકાલા પ્રભાકર સાથે થઈ હતી. તેઓ પણ ત્યાં અભ્યાસ કરતા હતા. ત્યાર બાદ બન્નેએ લગ્ન કર્યા. હાલ બન્નેની એક દિકરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન