Sitharaman Clarifies That We Knows Identity Of Downed F-16’S Pilot
  • Home
  • Featured
  • પાકિસ્તાનના F-16ના પાયલટને લઇને ખૂદ નિર્મલા સીતારામણે કર્યો ઘટસ્ફોટ

પાકિસ્તાનના F-16ના પાયલટને લઇને ખૂદ નિર્મલા સીતારામણે કર્યો ઘટસ્ફોટ

 | 3:57 pm IST

ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની લડાકૂ વિમાન દ્વારા દેશની સરહદમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી અને સરહદના કેટલાક વિસ્તાર પર બોમ્બ ફેકીને પરત ભાગી રહ્યા હતા ત્યારે ભારતીય જાબાજ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન દ્વારા પાકિસ્તાનના F-16 લડાકૂ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે પાકિસ્તાન દ્વારા તેમના આ લડાકૂ વિમાનના પાયલટની ઓળખ છૂપાવવામાં આવી રહી હતી. જ્યારે આ મામલે ભારતના રક્ષામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત આ વિમાનમાં સવાર પાયલટની ઓળખ જાણે છે.

આ મામલે મંગળવારે ભારતા રક્ષામંત્રી નિર્મલા સીતારામણ એક નિવેદનમાં જણાવે છે કે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન દ્વારા તોડી પાડવામાં આવેલા પાકિસ્તાનના F-16 વિમાનમાં સવાર પાયલટની ઓળખ ભારત જાણ છે. જોકે આ હવાઇ અથડામણમાં વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન પણ ક્રેશ થઇ ગયું હતું.

આ મામલે સીતારામણ જણાવે છે કે પાકિસ્તાન કારગિલ યુદ્ધની જેન આ વખતે પણ તેમના F-16 વિમાન અને પાયલેટને ખોવાનો ઇનકાર કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા કારગિલ યુદ્ધ બાદ પણ કંઇક આવું જ કરવામાં આવ્યું હતું. તેમના F-16ના પાયલટને સ્થાનિય લોકો દ્વારા માર મારવામાં આવ્યો અને હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું, પરંતુ પાકિસ્તાન વારંવાર આ વાતનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી રહ્યું છે.

ત્યારે પાકિસ્તાનની સેનાના હાથમાં આવી ગયા બાદ અભિનંદનની મનોસ્થિતિ વિશે પૂછતા સીતારામણ જણાવે છે કે તેમનો જોશ હાઇ છે. આટલું બધુ થયા પછી પણ તેઓ શાંત છે. આ મામલે અભિનંદને તેમની ફરજ નિભાવી હતી અને તેમને આ પ્રકારની પરિસ્થિતિ માટે જ તૈયાર કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે પુલવામા હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનના આતંકવાદીઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જ્યાર બાદ પાકિસ્તાનના લડાકૂ વિમાન દ્વારા ભારતની સરહદમાં ધૂસણખોરી કરવામાં આવી હતી. જેને માત આપવા અભિનંદનને પાકિસ્તાનના વિમાનનો સામનો કર્યો હતો અને તેમનું વિમાન પાકિસ્તાનમાં જઇને ક્રેશ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન