Nirmala Sitharaman gives a great gift to a doctor-nurse treating coronas
  • Home
  • Business
  • નિર્મલા સીતારમણે કોરોનાની સારવાર કરતા ડૉક્ટર-નર્સને આપી મોટી ભેટ

નિર્મલા સીતારમણે કોરોનાની સારવાર કરતા ડૉક્ટર-નર્સને આપી મોટી ભેટ

 | 8:33 pm IST

આજે નાણામંત્રી નિર્મલા સીતારામને રૂ. 1.7 લાખ કરોડના કોરોના સ્પેશિયલ ફંડની જાહેરાત કરાઇ છે. જે જાહેરાતમાં વાઇરસ સામે સતત લડત આપતા મેડિકલ સ્ટાફ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. સીતારામને કહ્યું હતું કે, મેડિકલ પ્રોફેશનલ આ લડાઇ લઢી રહ્યા છે સરકાર તેમનો રૂ. 50 લાખનો ઇંશ્યોરન્સ કરાવશે.

ડોક્ટર, આશાકર્મી, નર્સ સહિતના મેડિકલ કર્મીઓને લઇને સરકાર દ્વારા રાહત પેકેજમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર સરકાર દ્વારા તેમનો રૂ. 50 લાખનો ઇંશ્યોરન્સ કરાવવામાં આવનાર છે. એક અંદાજ પ્રમાણે આ યોજનાનો લાભ 20 લાખ જેટલા મેડિકલ પ્રોફેશનલ્સને મળશે. પત્રકાર પરિષદમાં સીતારામને કહ્યું કે, અમે ઉમ્મીદ કરીએ છીએ કે આગામી ત્રણ મહિનામાં કોરોના વાઇરસ પર સંપૂર્ણ પણે કાબૂ મેળવી લેવામાં આવે. જે દરમિયાન ૨૪ કલાક દર્દીઓની સારસંભાળ લઇ રહેલા મેડિકલ કર્મીઓને કદાચ કશું થઇ જાય તો સરકાર દ્વારા તેમને રૂ. 50 લાખ ઇંશ્યોરન્સ રૂપે આપવામાં આવશે.

ડોક્ટરને પણ થયો કોરોના

ઝારખંડમાં એક ડોક્ટર દંપતીને કોરોનાના ડરથી નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેમને નોકરી છોડવાની મંજૂરી અપાઇ ન હતી. બીજી તરફ દિલ્હીમાં એક મોહલ્લા ક્લિનિકમાં ફરજ બજાવતા એક ડોક્ટર અને તેના પરિવારને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેની પાછળનું કારણ એક મહિલા દર્દી એ સાઉદી અરબથી આવી હોવા છતાં તેની ટ્રાવેલ હિસ્ટ્રી ન આપી હોવાનંુ સામે આવ્યું હતું.

આ વીડિયો પણ જુઓ ; મુખ્યમંત્રીની ગુજરાતમાં કામ કરતા શ્રમજીવીઓને અપીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન