Nirmala Sitharaman hits back on Mayawati for personal attack on PM
  • Home
  • India
  • PM મોદી પર પ્રહારો થતાં ભડકી BJP, કહ્યું- બોખલાઈ ગઈ છે માયાવતી, માફી માગે

PM મોદી પર પ્રહારો થતાં ભડકી BJP, કહ્યું- બોખલાઈ ગઈ છે માયાવતી, માફી માગે

 | 6:07 pm IST

અલવર ગેંગ રેપ મામલે પીએમ મોદી પર પલટવાર કરનાર બસપા સુપ્રીમો માયાવતી પર બીજેપીએ આકરાં પ્રહાર કર્યા છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, માયાવતીએ બોખલાઈ જઈને પીએમ મોદી પર અંગત પ્રહારો કર્યા છે.

સીતારમણે કહ્યું કે, માયાવતીએ પીએમ પર કરેલ અંગત પ્રહારને લઈને માફી માગવી જોઈએ. પીએમ મોદીના અંગત જીવન અને બીજેપીની મહિલાઓ વિશે આવી ટિપ્પણી નિરાશાજનક છે. સાથે તેઓએ કહ્યું કે, વડા પ્રધાને અલવર ગેંગ રેપને લઈ માયાવતી પર સવાલ કર્યા હતા. તે રાજસ્થાનની કોંગ્રેસ સરકારથી સમર્થન કેમ પરત નથી લેતાં? પણ માયાવતીએ સવાલનો જવાબ ન આપીને તેમના પર અંગત પ્રહારો કર્યા. જેના માટે તેમને માફી માગવી જોઈએ. નિર્મલાએ કહ્યું કે, માયાવતીને ખબર પડી ગઈ છે કે, તેમનું ગઠબંધન નિષ્ફળ થઈ રહ્યું છે, જેથી તે પરેશાન છે અને અસુરક્ષાના ભાવથી ઘેરાયેલાં છે.

રવિવારે પીએમ મોદીએ યુપીના કુશીનગરમાં એક રેલીને સંબોધતાં અલવર ગેંગરેપનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ સવાલ કર્યો હતો કે, અલવર ગેંગરેપ બાદ બહેન માયાવતીએ કહ્યું હતું કે, નામદાર સરકારથી પોતાનું સમર્થન કેમ પરત ન લીધું.

જે બાદ માયાવતી ભડતી ગયા હતા અને કહ્યું હતું કે, મને ખબર છે કે, બીજેપીમાં ખાસ કરીને વિવાહિત મહિલાઓ પોતાના પુરુષોને શ્રી મોદીની નજીક જતાં જોઈને. એ વિચારીને વધારે ગભરાઈ છે કે, આ મોદી પોતાની પત્નીની જેમ અમને પણ પતિઓથી અલગ ન કરી દે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન