nirmala sitharaman says panchjanyas article on infosys was not right
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Infosysને રાષ્ટ્રવિરોધી કહેવું યોગ્ય નથી, પાંચજન્યના લેખ પર નિર્મલા સીતારમણનો જવાબ

Infosysને રાષ્ટ્રવિરોધી કહેવું યોગ્ય નથી, પાંચજન્યના લેખ પર નિર્મલા સીતારમણનો જવાબ

 | 3:34 pm IST
  • Share

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) દિગ્ગજ IT કંપનીને Infosysને લઇને નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે Infosysને રાષ્ટ્રવિરોધી કહેવું યોગ્ય નથી. RSSના સાપ્તાહિક પાંચજન્યમાં એક લેખ પ્રકાશિત થયો હતો. જેમાં નવા આઇટી પોર્ટલમાં આવતી સમસ્યાઓને લઇને Infosys ને રાષ્ટ્રવિરોધી ગણાવવામાં આવ્યુ હતુ.

Infosysને લઇને શું હતો વિવાદ?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલાં એક સાપ્તાહિક દ્વારા ઇન્ફોસીસ પર પ્રહાર કરવામાં આવ્યા છે અને તેને ઊંચી દુકાન, ફીકા પકવાન તરીકે ગણાવવામાં આવ્યું હતું. પાંચજન્ય નામના આ સાપ્તાહિકમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે શું કોઇ રાષ્ટ્ર વિરોધી તાકાતો તેની મારફત ભારતના આર્થિક હિતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે?

પાંચજન્યના લેટેસ્ટ ઈશ્યૂમાં કવર પેજ ઉપર ઇન્ફોસિસની ટીકા કરાઇ છે.
લેખમાં વધુમાં જણાવ્યું હતું કે સરકારી સંગઠનો અને એજન્સીઓ ઇન્ફોસિસને મહત્વની વેબસાઇટો અને પોર્ટલોના માટે કોન્ટ્રાક્ટ આપતા ક્યારેય પણ ખચકાતી ન હતી, કેમ કે તે ભારતની સૌથી પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપનીઓમાની એક છે. લેખમાં સવાલ કરવામાં આવ્યો હતો કે શું ઇન્ફોસિસ પોતાના વિદેશી ગ્રાહકોને પણ આવી ખરાબ ર્સિવસ આપશે?

સાપ્તાહિકનો લેખ જ રાષ્ટ્ર વિરોધી : કોંગ્રેસ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ લેખને જ દેશ વિરોધી જાહેર કર્યો હતો. જયરામે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ સરકાર ઉપરથી દોષને હટાવવાનો પ્રયાસ છે અને તેની નિંદા કરવી જોઈએ. ઇન્ફોસીસ પર કરવામાં આવેલ અપમાનજનક હુમલો નિંદનીય છે અને રાષ્ટ્ર વિરોધી છે.

RSS કહ્યુ અમારે કોઇ લેવા-દેવા નથી
RSS વિવાદ થતાની સાથે જ Infosysની ટીકા કરતા આ લેખથી પલ્લુ જાડ્યુ હતુ. RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યુ કે પાંચજન્ય RSSનું સાપ્તાહિક નથી. આ લેખમાં છપાયેલ માહિતીમાં લેખકનો પોતાનો અભિપ્રાય છે સંગઠનને તેની સાથે જોડવુ ન જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન