Finance Minister Nirmala Sithraman Announced New GST Rate
  • Home
  • Featured
  • 12 જ કલાકમાં દેશવાસીઓને મોદી સરકારની બીજી દિવાળી ભેટ, ઢગલા બંધ વસ્તુઓ થઇ સસ્તી

12 જ કલાકમાં દેશવાસીઓને મોદી સરકારની બીજી દિવાળી ભેટ, ઢગલા બંધ વસ્તુઓ થઇ સસ્તી

 | 10:28 pm IST

જીએસટી કાઉન્સિલે પોતાની 37મી બેઠકમાં એક્સપોર્ટ અને હોટલ જેવા ઉદ્યોગો માટે ભેટોની જાહેરાત કરી છે. સાથે જ ખાસ ક્ષમતાનાં વાહનો પર પણ જીએસટી રેટમાં કાપ મુક્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો. જીએસટી કાઉન્સિલમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

ખાસ સંરક્ષણ ઉત્પાદનોને જીએસટી છૂટ આપવામાં આવી

જીએસટી પરિષદમાં 13 સીટો સુધીનાં 1,200 સીસી પેટ્રોલ વાહનો અને 1,500 સીસી એન્જિનવાળા ડીઝલ વાહનો પર જીએસટી દર ઘટાડીને 12 ટકા કરી દીધો છે. પેકિંગમાં ઉપયોગમાં થનારા પૉલીપ્રોપેલીનની થેલીઓ અને બોરીઓ પર 12 ટકા જીએસટી, ભારતમાં થનારા અંડર-17 વર્લ્ડ કપ માટે ફીફાને સપ્લાઇ કરવામાં આવનારા ગુડ્સ એન્ડ સર્વિસમાં જીએસટીની છૂટ, કૈફિનેટેડ ડ્રિંક્સ પર જીએસટી 18 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતમાં ના બનનારા કેટલાક વિશેષ રક્ષા ઉત્પાદનોને જીએસટી છૂટ આપવામાં આવી છે.

રેલવે વૈગન, કૉચ પર જીએસટી દર 5 ટકાથી વધીને 12 ટકા

કપાયેલા અને પોલિસ કરેલા થોડા કિંમતી (સેમી પ્રીસિયસ) પથ્થરો પર જીએસટી દર 3 ટકાથી ઘટાડીને 0.25 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્વેલરી આયાત કરવા પર જીએસટી નહીં આપવો પડે. તો રેલવે વૈગન, કૉચ પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. હીરાઓ પર કરવામાં આવતા કામ સાથે જોડાયેલી સેવાઓ પર જીએસટી 5 ટકાથી ઘટાડીને 1.5 ટકા કરી દેવામાં આવ્યો છે. એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં મશીન જૉબ વર્ક્સ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. જો કે બસ બૉડી બિલ્ડિંગ વર્ક્સ પર 18 ટકા જીએસટી લાગતો રહેશે. ગૃહ મંત્રાલય અંતર્ગત આવનારી પાર્લામેન્ટ્રી ફૉર્સેઝની ગ્રુપ ઇન્શ્યોરન્સ સ્કીમ્સને જીએસટીથી મુક્ત કરી દેવામાં આવ્યું છે.

1 ઑક્ટોબરથી નવા જીએસટી દરો લાગુ થશે

અલગ અલગ ઉદ્યોગો તરફથી જીએસટી દરોમાં ઘટાડો કરવાની માંગની વચ્ચે શુક્રવારનાં ઉચ્ચ અધિકારી GST કાઉન્સિલની 37મી બેઠક થઈ. બેઠક પછી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે સ્લાઇડ ફાસ્ટનર પર જીએસટી 18 ટકાથી 12 ટકા, દરિયાઈ ઇંધણ પર 18 ટકાથી 5 ટકા, પથ્થરવાળા ગ્રાઇંડર પર 12 ટકાથી 5 ટકા અને સુકી આમલી પર 5 ટકાથી 0 કરી દેવામાં આવ્યો છે.

આ વિડીયો પણ જુઓ: એરપોર્ટ પરથી ચહેરા બદલીને વિદેશ જવાના પ્રયાસનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન