Nirman Soni Will Play Role of Dr.Hathi In Tarak Mehta
  • Home
  • Featured
  • આખરે મળી ગયા ‘તારક મહેતા….’ માટે ડૉ. હાથી, આ કલાકાર ભજવશે તેમનું પાત્ર

આખરે મળી ગયા ‘તારક મહેતા….’ માટે ડૉ. હાથી, આ કલાકાર ભજવશે તેમનું પાત્ર

 | 11:57 am IST

પોપ્યુલર કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં ડૉ.હાથીનું પાત્ર નિભાવનારા એક્ટર કવિ કુમાર આઝાદનાં નિધન બાદ તેમના પાત્ર માટે નિર્માતાઓ 2 મહિનાથી શોધ કરી રહ્યા હતા. જણાવવામાં આવે છે કે હવે આ શોધ પુરી થઈ ગઈ છે. કવિ કુમાર આઝાદનાં રોલને નિર્મલ સોની રિપ્લેસ કરવા જઇ રહ્યા છે. તે કવિ કુમાર આઝાદ પહેલા ડૉ. હાથીનું પાત્ર નિભાવી ચુક્યા છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નિર્મલ રવિવારે ફિલ્મ સિટીમાં કમબેક એપિસોડનું શૂટિંગ કરી ચુક્યા છે. ડૉક્ટર હાથીનું પાત્ર નિભાવનારા કવિ કુમાર આઝાદનું 9 જુલાઈનાં નિધન થયું હતુ. તેમના નિધન બાદ નવા ચહેરાની શોધ ચાલુ હતી, પરંતુ તેમના પાત્ર અનુસાર કોઇ એક્ટર મળતો નહતો.