Nirupam Objects On Mallikarjun Kharge's Statement About Shastra Pooja
  • Home
  • Featured
  • કૉંગ્રેસનાં ખડગેએ કર્યો શસ્ત્ર પૂજાનો વિરોધ, તો પાર્ટીનાં નેતાએ જ બરાબરનાં ખખડાવ્યા

કૉંગ્રેસનાં ખડગેએ કર્યો શસ્ત્ર પૂજાનો વિરોધ, તો પાર્ટીનાં નેતાએ જ બરાબરનાં ખખડાવ્યા

 | 7:37 pm IST

ફ્રાન્સમાં રાફેલ વિમાનની શસ્ત્ર પૂજાને લઇને કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમે પોતાની જ પાર્ટીનાં નેતા મલ્લિકાર્જુન ખડગેને નિશાને લીધા છે. મલ્લિકાર્જુન ખડગેનાં નિવેદન પર સંજય નિરૂપમે કહ્યું કે, “શસ્ત્ર પૂજા કોઈ અંધવિશ્વાસ નથી. આ આપણી પરંપરાનું પ્રતીક છે. વાંધો એ છે કે ખડગે નાસ્તિક છે, આ કારણે તેમને આ તમાશો લાગે છે. આવા લોકો ફક્ત એક ટકા છે, પરંતુ તે એક ટકા લોકોની વિચારધારા કૉંગ્રેસની ના હોઇ શકે.”

ખડગેએ કેન્દ્ર સરકાર પર કર્યો હતો કટાક્ષ 

ખડગેએ બુધવારનાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે, “તેમની પાર્ટીએ એટલો દેખાડો નહોતો કર્યો જ્યારે તે સમયે સરકાર બફોર્સ ગન જેવા હથિયાર લઇને આવી હતી.” રક્ષા મંત્રી રાજનાથ સિંહે લગભગ 30 મિનિટ સુધી રાફેલમાં ઉડાન ભરતા પહેલા શસ્ત્ર પૂજા કરી. તેમણે રાફેલ પર ‘ॐ’ બનાવ્યો હતો અને દોરો પણ વિમાન પર બાંધ્યો હતો.

નિરૂપમે સોમવારનાં પણ ખડગેને ઘેર્યા હતા

આ પહેલા સંજય નિરૂપમે સોમવારનાં પણ પાર્ટીનાં દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેને ઘેર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, “મહાન નેતા ખડગેએ રવિવારનાં ચૂંટણીની રણનીતિ બનાવવા માટે મીટિંગ બોલાવી જે 15 મિનિટમાં ખત્મ થઈ ગઈ. બેઠકમાં કોઇને પણ બોલાવા દેવામાં આવ્યા નહીં. મીટિંગમાં તેઓ ખુદ મારી મજાક ઉડાવીને જતા રહ્યા.” વિદ્રોહનાં સૂર અપનાવી ચુકેલા સંજય નિરૂપમે આગળ કહ્યું કે, “દુર્ભાવનાથી ગ્રસ્ત આવા મહાન રણનીતિકાર કૉંગ્રેસને બચાવશે કે પતાવશે?”

ખડગેએ પાર્ટી નેતાઓને ચેતવ્યા હતા

તો મીટિંગમાં ખડગેએ પાર્ટી નેતાઓને ચેતવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે, “આ મુદ્દે પ્રદેશ કૉંગ્રેસ કમિટીની રિપોર્ટ બાદ એક્શન લેવામાં આવશે.” તો કૉંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની યાદીમાં મિલિંદ દેવડા અને સંજય નિરૂપમનું નામ ના સામેલ કરવાનાં પ્રશ્ન પર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતુ કે, “અમે સ્ટાર પ્રચારકોની યાદીથી કોઇનું પણ નામ નથી હટાવ્યું. પ્રદેશ કૉંગ્રેસ કમિટી પ્રમાણે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. પ્રદેશ કૉંગ્રેસ કમિટીની રિપોર્ટ પછી આ મામલે એક્શન લેવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઇને કૉંગ્રેસમાં બબાલ ચાલુ છે. સંજય નિરૂપમે વિદ્રોહનો સૂર અપનાવ્યો છે. આ ઉપરાંત કેટલાક અન્ય નેતાઓ પણ એ વાતથી નારાજ છે કે તેમને પાર્ટીમાં મહત્વ નથી આપવામાં આવી રહ્યું.

આ વિડીયો પણ જુઓ: પાકિસ્તાને ઘૂસણખોરી માટે ડ્રોનનો લીધો સહારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન