Nisharg hurricane will bring rain with heavy winds in South Gujarat
  • Home
  • Featured
  • ગુજરાત માટે સૌથી મોટો ખતરો બનેલું ‘નિસર્ગ વાવાઝોડું’ જાણો કયા પટકાશે, મળ્યા સૌથી મોટા ખુશખબર

ગુજરાત માટે સૌથી મોટો ખતરો બનેલું ‘નિસર્ગ વાવાઝોડું’ જાણો કયા પટકાશે, મળ્યા સૌથી મોટા ખુશખબર

 | 7:33 am IST

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતમાં સંભવિત વાવાઝોડું અને ભારે વરસાદની સ્થિતિ સંદર્ભે સોમવારે સવારે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે હાઇપાવર કમિટીની બેઠક યોજી હતી. જેમાં ગુજરાતના હવામાન વિભાગના નિયામક જયંત સરકારે વિસ્તૃત પ્રેઝન્ટેશન બાદ મુખ્યમંત્રીએ દરિયાકાંઠાના જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફ્રન્સ યોજી જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રીજી જૂને દમણ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ તેમજ ભાવનગર અને અમરેલી જિલ્લામાં પ્રતિ કલાકે ૯૦થી ૧૧૦ કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

મુખ્યમંત્રીએ આ સંભવિત અસરવાળા જિલ્લાઓમાં એનડીઆરએફ્ની ૧૦ અને એસડીઆરએફ્ની ૫ ટીમો તાબડતોબ પહોંચતી કરવા આદેશ આપ્યો હતો. સાથોસાથ હવામાન ખાતાની માર્ગદર્શિકાને અનુલક્ષીને મુખ્યમંત્રીએ દરિયામાં માછીમારી કરવા ગયેલા મછવારાઓને તાત્કાલિક પાછા બોલાવવા તેમજ ઝિંગા ફર્મ-મીઠાના અગરમાં કામ કરતા લોકો સહિત નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને મંગળવારે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં સલામત સ્થળે શિફ્ટ કરવા આદેશ કર્યો હતો. 

મુખ્યમંત્રીએ ત્રીજી અને ચોથી જૂને ભારે વરસાદની શક્યતાને કારણે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને જરૂરી કામ વિના ઘર બહાર ના નીકળવા જણાવ્યું હતું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે વીડિયો કોન્ફ્રન્સમાં કલેક્ટરોને જણાવ્યું હતું કે, શાળા-કોલેજોના મકાનમાં શેલ્ટર હોમની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવે.

ગૃહમંત્રી અમિત શાહ અને CM વચ્ચે વીડિયો કોન્ફ્રન્સ

ગુજરાતમાં સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતિ સંદર્ભએ કેન્દ્રીય ગૃહમંત્રી અતિ શાહે મુખ્યમંત્રી રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રન્સ દ્વારા પરામર્શ કર્યો હતો. જેમાં રાજ્ય તરફ્થી લેવાયેલા અગમચેતીનાં પગલાંની જાણકારી અપાઈ હતી તો ગૃહમંત્રીએ કેન્દ્ર તરફ્થી જરૂરી સહકારની ખાતરી આપી હતી.

વાવાઝોડું મહારાષ્ટ્રમાં હરિહરેશ્વર ખાતે પટકાશે !

નિસર્ગના નામે ઓળખાતું વાવાઝોડું મોટાભાગે ગુજરાતમાં જમીન ઉપર ના પટકાય એવી સંભાવના છે. આ વાવાઝોડું લગભગ મહારાષ્ટ્રના રાયગઢ નજીક હરિહરેશ્વર ખાતે ત્રણ જૂનની બપોરે અથડાય તેવી શક્યતા છે. અલબત્ત, આ ચક્રવાતની સ્પીડ કલાકના ૯૦થી ૧૧૦ કિલોમીટરની ઝડપની રહેવાની હોઈ તે દક્ષિણ ગુજરાત, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ૩-૪ જૂનના રોજ લાવશે.

સુરતથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ ૮૫૦ કિલોમીટર દૂર અરબ સાગરમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે અને બીજી જૂનની સવાર સુધીમાં વાવાઝોડાના વંટોળમાં પલટાશે,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન