નીતા અંબાણીએ દીકરા આકાશ અંબાણીના લગ્ન અંગે મૌન તોડ્યું, જાણો શું જવાબ આપ્યો? - Sandesh
  • Home
  • Business
  • નીતા અંબાણીએ દીકરા આકાશ અંબાણીના લગ્ન અંગે મૌન તોડ્યું, જાણો શું જવાબ આપ્યો?

નીતા અંબાણીએ દીકરા આકાશ અંબાણીના લગ્ન અંગે મૌન તોડ્યું, જાણો શું જવાબ આપ્યો?

 | 9:49 am IST

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન વિશે લઇને છેલ્લાં કેટલાંય દિવસથી ચર્ચા ચાલી રહી છે. આ અંગે તેમના પત્ની નીતા અંબાણીએ મૌન તોડતા કહ્યું કે આકાશ જેની સાથે લગ્ન કરવા માંગે છે તે તેની મરજીથી કરી શકે છે. તેમણે કહ્યું કે અમે અમારા બાળકોને પોતાની પસંદગીના જીવનસાતી પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. મારા બાળકો જ્યારે લગ્ન કરવા માંગશે, જેની પણ સાથે અમે તેનું દિલથી સ્વાગત કરીશું.

એક ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ પોતાના પરિવાર અને બાળકો અંગે ખુલીને વાત કરી. તેમણે પોતાના પરિવાર, પોતાની પર્સનલ લાઇફ, અને બાળકો અંગે ખુલીને વાત કરતાં પ્રશ્નોના જવાબ આપ્યા. તેઓ પોતાના નાના દીકરા અનંત અંબાણીના વજન ઓછા કરવા અંગે વાત કરતાં કહ્યું કે લોકો તેને ચિડવતા હતા. સોશ્યલ મીડિયા પર તેની મજાક ઉડાવતા હતા, ત્યારબાદ તેને વજન ઓછું કરવાનો નિર્ણય લીધો અને દરરોજ 23 કિલોમીટર વૉક અને ડાયટ ફૉલો કરી તેણે 118 કિલોગ્રામ વજન ઓછું કર્યું છે.

કોણ છે શ્લોકા મહેતા
આપને જણાવી દઇએ કે થોડાંક દિવસથી ચર્ચા ચાલી રહી છે કે આકાશ અંબાણી ડાયમંડના વેપારી રસેલ મહેતાની નાની દીકરી શ્લોકા મહેતા સાથે થવા જઇ રહ્યાં છે. હીરાના બિઝનેસમેન રસેલ મહેતાની દીકરી કનકેટફોર સંસ્થાની સહ સંસ્થાપક છે. શ્વેતાએ 2004 થી 2009ની વચ્ચેનો અભ્યાસ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો છે. બંને એક બીજાને સારી રીતે ઓળખે છે. શ્વેતાએ સ્કૂલના અભ્યાસ બાદ માસ્ટર્સ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી કર્યો છે.