Nita Ambani Spot With IPL Trophy at Antilia Mumbai
  • Home
  • Featured
  • IPL ટ્રોફી સાથે જ્યારે એન્ટિલિયા પહોંચ્યા નીતા અંબાણી, આવી રીતે કર્યું સેલિબ્રેટ

IPL ટ્રોફી સાથે જ્યારે એન્ટિલિયા પહોંચ્યા નીતા અંબાણી, આવી રીતે કર્યું સેલિબ્રેટ

 | 4:25 pm IST

હૈદરાબાદમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ ફાઇનલમાં મુંબઈની ટીમે રોમાંચક અંદાજમાં જીત પ્રાપ્ત કરી. આ દરમિયાન ટીમની માલિક નીતા અંબાણી મેદાનમાં સતત ટીમનો ઉત્સાહ વધારતા દેખાયા હતા. મુંબઈની ટીમે ચોથી વાર IPL ટ્રોફી પોતાના નામે કરી છે. સિરીઝ જીત બાદ ટીમે ખાસ અંદાજમાં સેલિબ્રેશન કર્યું. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

જીત બાદ મુંબઈની ટીમ મુકેશ અંબાણીના ઘરે એટીલિયા પહોંચી હતી. નીતા અંબાણી પણ ટીમ સાથે નજરે આવ્યા હતા. ઉપરાંત તેમની સાથે મોટો દીકરો આકાશ અંબાણી પણ હતો. ટ્રોફીની સાથે નીતા અંબાણીની ખુશી જોવા જેવી હતી. નીતા અંબાણીએ ટ્રોફી સાથે મીડિયાને પોઝ પણ આપ્યા હતા. મેદાનની વાત કરીએ તો મેચ દરમિયાન નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા અને અનંત અંબાણી નજરે આવ્યા હતા.

મેચ બાદ આકાશ અંબાણી પણ ટ્રોફી સાથે એરપોર્ટ પર પહોંચ્યો હતો. ઉપરાંત અનંત અંબાણી અને રાધિકા પણ આ દરમિયાન કેમેરામાં કેદ થયા હતા. તેમને પણ મુંબઈને સપોર્ટ કરવા માટે ટીમના કલરની ટીશર્ટ પહેરી હતી. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન