nitesh rane claims rohan rai knows secretS of sushant and her death
  • Home
  • Entertainment
  • Bollywood
  • ભાજપના નેતાનો મોટો ખુલાસો, દિશા-સુશાંતના મોત વિશે આ માણસને બધા જ રહસ્યો ખબર છે!

ભાજપના નેતાનો મોટો ખુલાસો, દિશા-સુશાંતના મોત વિશે આ માણસને બધા જ રહસ્યો ખબર છે!

 | 4:41 pm IST

મહારાષ્ટ્ર ભાજપ એમએલએ નિતેશ રાણેએ સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર દિશા સાલિયાન વિશે મોટો ઘટસ્ફોટ કર્યો છે અને બધાને ચોંકાવી દીધા છે. તેણે ખુલાસો કરતાં વાત કરી હતી કે દિશાનું મોત શા માટે થયું અને ક્યા કારણોસર થયું એની તમામ માહિતી એમના મંગેતર રોહન રાય પાસે છે. તે પોતાની સેફ્ટીના કારણે કોઈને કહી શકતો નથી અને વાત છુપાવી રહ્યો છે.

રાણાએ વાત કરી હતી કે, જો રોહન બધાની વચ્ચે આવીને નહીં જણાવે કે 8 જૂનની રાત્રે પાર્ટીમાં શું શું થયું હતું તો એ આ વાત સીબીઆઈને જણાવી દેશે. જ્યારે દિશાને પાર્ટીમાં મોલેસ્ટ કરવામાં આવી એ વાત રોહને સુશાંતને જણાવી હતી. આ વાતથી સુશાંત પરેશાન હતો અને ચોંકી ગયો હતો.

રાણાએ દિશાની મોત પછી રોહનના ગાયબ હોવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. રાણાએ કહ્યું કે રોહનને મુંબઈના કોઈ પાવરફુલ માણસે ગાયબ થઈ જવાનું કહ્યું હશે. રાણાએ એવો પણ આરોપ લગાવ્યો કે, સુશાંતનું મોત અને દિશાનું મોત એક બીજા સાથે જોડાયેલી ઘટના છે અને પોલીસે આ એંગલમા તપાસ નથી કરી. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે દિશાનું મોત 14માં માળેથી નીચે પડવાના કારણે થયું છે.

રાણાએ એવું પણ જણાવ્યું કે સુશાંતનું મર્ડર થયું હશે, રોહનને બધા જ રાજ ખબર છે, અને હાલમાં તે એ સ્થિતિમાં ફસાયો છે કે તેના જીવને પણ ખતરો છે. રાણાએ કહ્યું કે મે ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખ્યો છે કે રોહનને સુરક્ષા આપવામાં આવશે. રાણાએ આ પહેલાં એવો દાવો કર્યો હતો કે 8 જને પાર્ટીમાં એક પાવરફુલ પોલીટિકલ લીડર પણ હાજર હતો. આ વખતે દિશાએ ઈમરજન્સી નંબર 100 પર પણ કોલ કર્યો હતો.

આ વીડિયો પણ જુઓ: શુ ખરેખર ગુજરાત શુરક્ષીત છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન