niti aayog member vk paul to be worn warned masks will have till next year
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નીતિ આયોગના સભ્યની ગંભીર ચેતવણી, કોરોનાની ત્રીજી લહેર આવશે, હજુ પણ માસ્ક અનિવાર્ય

નીતિ આયોગના સભ્યની ગંભીર ચેતવણી, કોરોનાની ત્રીજી લહેર આવશે, હજુ પણ માસ્ક અનિવાર્ય

 | 1:05 pm IST
  • Share

ભારતમાં કોરોનાવાયરસના (Corona virus In India) વધતા જતા કેસો વચ્ચે નીતિ આયોગના આરોગ્ય બાબતોના સભ્ય ડો. વી.કે. પોલ. (DR. VK Paul) એ ચેતવણી આપી છે કે કોવિડ સંબંધિત પ્રોટોકોલને આવતા વર્ષે પણ અનુસરવું પડશે. તેમણે ત્રીજી લહેરની સંભાવનાને પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આગામી વર્ષ સુધી માસ્ક પહેરવા પડશે. પોલે કહ્યું કે હવે માસ્ક પહેરવાનું બંધ નહીં થાય. આગામી થોડા વખત આપણે આવતા વર્ષ સુધી માસ્ક પહેરવાનું રહેશે.

ડો. વી.કે. પોલે કહ્યુ કે આપણે કોરોનાથી મુક્ત નથી થઇ ગયા. આથી આપણે હજુ પણ સાવધાની રાખવી જોઇએ. સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર અને વેક્સિનથી જ આપણે આ મહામારી સામે મોરચો લડી શકીશુ.

શું ત્રીજી લહેર આવશે ખરી?
કોરોનાની ત્રીજી લહેર આવશે ખરી એ અંગેના સવાલના જવાબમાં જ્યારે ત્રીજી લહેરની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડૉ.પોલે કહ્યું કે તેને નકારી શકાય નહીં. પોલે કહ્યું- ‘આગળના ત્રણ-ચાર મહિના ખૂબ મહત્વના છે. આપણે આપણી જાતને બચાવવાની અને રોગચાળો ટાળવાની જરૂર છે.

કોરોના સામે ચેતવણી પણ આપતા તેમણે કહ્યું કે આપણી થોડી પણ બેદરકારી આપણને મોટુ નુકસાન કરી શકે છે. આપણે કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવુ જોઇએ. સંક્રમણને ફેલાતુ અટકાવુ જોઇએ. કોરોના કોવિડ પ્રોટોકોલમાં માસ્ક પહેરવા, સેનિટાઈઝરથી હાથ ધોવા, સામાજિક અંતર વગેરેનો સમાવેશ થાય છે. સંક્રમિત રોગો સામે લડવા માટે માસ્ક પહેરવું સૌથી અસરકારક પદ્ધતિઓમાંનું એક માનવામાં આવે છે.

દેશમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા 3,32,89,579

મંગળવારે ભારતમાં કોવિડ -19ના 25,404 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 કરોડ 32 લાખ 89 હજાર 579 પર પહોંચી ગઇ છે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 3 લાખ 62 હજાર 207 થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે આઠ વાગ્યે બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ચેપને કારણે વધુ 339 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4 લાખ 43 લાખ 213 થયો છે. છેલ્લા 24 કલાકમાં સારવાર મેળવનારા લોકોની કુલ સંખ્યા 12 હજાર 062 કેસ ઘટી છે. દર્દીઓની સાજા થવાનો રાષ્ટ્રીય દર 97.58 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન