Nitin Gadkari Said - We Are Not Working Only For Making Government
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રની રાજનીતિ પર ગડકરીનો મોટો ફટકો, શિવસેના-NCP અને કૉંગ્રેસ પર કર્યો કટાક્ષ

મહારાષ્ટ્રની રાજનીતિ પર ગડકરીનો મોટો ફટકો, શિવસેના-NCP અને કૉંગ્રેસ પર કર્યો કટાક્ષ

 | 2:03 pm IST

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણની વચ્ચે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ રાજ્યમાં સરકાર બનાવવાને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “અમારું વિઝન ક્લિયર છે. અમે ફક્ત સરકાર બનાવવા માટે જ કામ નથી કરતા.” તેમણે કહ્યું કે, આરએસએસ અને તેનાથી જોડાયેલી સંસ્થાઓ રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરીએ પ્રત્યક્ષ રીતે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજનીતિ સ્થિતિને લઇને કોઈ ટિપ્પણી નથી કરી. તેમણે કહ્યું કે, “અમારા માટે વિચારધારા ઘણી જ જરૂરી છે, પરંતુ તેનાથી વધારે જરૂરી વ્યક્તિગત સંબંધ પણ છે.”

ક્રિકેટ અને રાજનીતિમાં કંઇપણ થઈ શકે છે

આ પહેલા નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની રાજનીતિને લઇને કહ્યું હતુ કે, “ક્રિકેટ અને રાજનીતિમાં કંઇ પણ થઈ શકે છે. ક્યારેક ક્યારેક લાગે છે કે તમે મેચ હારી રહ્યા છો, પરંતુ પરિણામ બિલકુલ વિપરીત આવે છે.” તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રની તુલનામાં દિલ્લીની રાજનીતિમથી વધારે જોડાયેલા છે. નીતિન ગડકરીએ આ વાત મહારાષ્ટ્ર આવ્યા પહેલા કરેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ મહારાષ્ટ્રમાં બીજેપીની સાથે પોતાનો વર્ષો જૂનો સંબંધ તોડી દીધો છે અને તે એનસીપી અને કૉંગ્રેસની સાથે મળીને સરકાર બનાવવાની ફિરાકમાં છે.

ફડણવીસ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ પર નહીં પડે અસર

જો કે નીતિન ગડકરીએ એ વાતનો ઇનકાર કર્યો કે, એક બીજેપી વગરની સરકાર આવવાથી ફડણવીસ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ પર અસર પડશે. તેમણે કહ્યું કે, “મને લાગે છે કે આનાથી કોઈ પ્રભાવ નહીં પડે. આપણી લોકશાહીમાં સરકારો બદલાય છે, પરંતુ પ્રોજેક્ટ કોઈપણ સમસ્યા વગર રહે છે. એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે કોની સરકાર આવે છે. આ સકારાત્મક નીતિઓ અને વિકાસ યોજનાને આગળ વધારશે જે પહેલા જ લૉન્ચ કરવામાં આવી ચુકી છે.”

નીતિન ગડકરીએ એ વિશે કંઇ કહેવાનું ટાળી દીધું કે આખરે રાજ્યમાં કોની પાર્ટી સત્તામાં આવશે? તેમણે કહ્યું કે, “આ ખોટા વ્યક્તિ સામે કરવામાં આવેલો પ્રશ્ન છે. જે લોકો સરકાર બનાવવાની યોજના બનાવી રહ્યા છે તેઓ આ પ્રશ્નનો જવાબ આપવાની સારી સ્થિતિમાં છે.”

આ વિડીયો પણ જુઓ: સુરતના કતારગામમાંથી લૂંટના આરોપીની ધરપકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન