#NitinGadkari Warned Talks About Casteism in My Area I have thrashing
  • Home
  • Featured
  • નીતિન ગડકરી એ ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું, કોની ધોલાઇ કરવાની કરી વાત?

નીતિન ગડકરી એ ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું, કોની ધોલાઇ કરવાની કરી વાત?

 | 9:20 am IST

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી એ હળવા અંદાજમાં કહ્યું કે મારા ક્ષેત્રમાં જાતિવાદ માટે કોઇ જગ્યા નથી. તેમણે કાર્યકર્તાઓને ‘ચેતવણી’ પણ આપી દીધી છે કે જાતિ અંગે વાત કરનારની ‘ધોલાઇ’ કરશે.

પિંપરી ચિંચવાડમાં પુનરૂત્થાન સમરસતા ગુરૂકુલમ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા એ કહ્યું કે સમાજને આર્થિક અને સામાજિક સમાનતાના આધાર પર સાથે લાવવા જોઇએ અને તેમાં જાતિવાદ અને સાંપ્રદાયિકતાની કોઇ જગ્યા હોવી જોઇએ નહીં.

નાગપુર લોકસભા સીટ પરથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગડકરી એ કહ્યું કે અમે જાતિવાદમાં વિશ્વાસ કરતા નથી. મને નથી લાગતું કે તમારા ત્યાં શું છે, પરંતુ અમારા પાંચ જિલ્લામાં જાતિવાદની કોઇ જગ્યા નથી કારણ કે મેં બધાને ચેતવણી આપી દીધી છે કે જો કોઇ જાતિની વાત કરશે તો હું તેમને ધોઇ નાંખીશ.

‘નેતાઓને ધોઇ’ નાંખીશ નિવેદન માટે પણ ચર્ચામાં હતા ગડકરી
આપને જણાવી દઇએ કે તાજેતરમાં ગડકરી પોતાના કેટલાંય નિવેદનો માટે ચર્ચામાં રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી એ ગયા મહિને મુંબઇમાં એક કાર્યક્રમ દરમ્યાન નેતાઓને લઇ એવી ટિપ્પણી કરી કે જે ખૂબ જ ચર્ચિત રહી. તેમણે કહ્યું કે પ્રજાને સબ્જબાગ દેખાડનાર નેતા સારા લાગે છે પરંતુ સપના પૂરા નહીં થાય તો જનતા ધોલાઇ પણ કરે છે. તેમના આ નિવેદનના બ્હાને વિપક્ષે પીએમ મોદી પર જોરદાર નિશાન સાંધ્યું હતું. જ્યારે ભાજપ કેન્દ્રીય મંત્રીના આ નિવેદનથી બચાવની મુદ્રામાં આવી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન