Nitin Patel Announced New Dates and rules of GSSSB exams
  • Home
  • Featured
  • બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખો નવેસરથી જાહેર, ધો-12ના વિદ્યાર્થીઓને લઈને પડદો ઉચકાયો

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખો નવેસરથી જાહેર, ધો-12ના વિદ્યાર્થીઓને લઈને પડદો ઉચકાયો

 | 2:47 pm IST

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે આજે મોટી જાહેરાત કરવામાં આવી છે. આખરે રાજ્ય સરકાર સામે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. આજે રાજ્ય સરકારની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે એક બેઠક કરી હતી. જેમાં લાખો વિદ્યાર્થીઓની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનરમાં મળેલી બેઠક બાદ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે મોટી મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જેમણે પણ આ પરીક્ષાનાં ફોર્મ ભર્યા છે, તેવા ઘોરણ 12 પાસ ઉમેદવારો અને કોઇપણ સ્નાતક ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે. નીતિન પટેલે આ પરીક્ષાના નવી તારીખ 17 નવેમ્બર 2019, રવિવારનો રોજ નક્કી કરી છે. ડેપ્યૂટી સીએમના મુખે લાખો વિદ્યાર્થીઓએ આ સમાચાર સાંભળતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

રાજ્યના ડેપ્યૂટી સીએમ નિતીન પટેલે આ અંગે જણાવ્યું કે, અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોની લાગણી માંગણીને માન આપનારી સરકાર છે. પ્રજાની લાગણી સરકારે સમજી, વિચારીને નિર્ણય રદ કરવાનો નિર્ણય મુલતવી કરવામાં આવે છે. ધોરણ 12 પાસ અને સ્નાતક વિદ્યાર્થીઓ બધા જ ઉમેદવારોને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. જેમણે પરીક્ષા અંગેની નોંધણી કરેલા તમામ ઉમેદવારો હવે આગામી 17 નવેમ્બરે ફરીથી પરીક્ષા આપી શકશે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે 70 હજારથી વધુ કર્મચારીની ભરતી કરી હતી. ગુજરાતના યુવાનોના હિતમાં યોજનાઓ અમલમાં મુકી છે. ભૂતકાળની સરકારમાં ભરતી પર કાપ હતો, પરંતુ અમારી સરકાર સંવેદનશીલ છે. તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને સારી રીતે જાણે છે. અમે 3771 જગ્યા ભરવા માટે કામગીરી ગૌણ સેવા પસંદગી મંડળને સોંપી હતી. પરીક્ષાની જાહેરાત બહાર પાડ્યા પછી લોકસભાની ચૂંટણી આવી એટલે વિલંબ થયો છે. બીજી બાજુ તેમણે કહ્યું કે, 10 ટકા EWSની જોગવાઈ સૌથી પહેલા ગુજરાતમાં અમલમાં મુકી છે. 

નીતિન પટેલે જણાવ્યું કે, આ પરીક્ષા માટે 3171 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પસંદગી પામેલ ઉમેદવારોને સરકારી નોકરી આપવામાં આવશે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારની EXS પરીક્ષાની તારીખ જાહેર હતી. જે રદ કરાઇ છે અને તેની સામે ઉમેદવારોએ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી કે પરીક્ષામાં ઉમેદવારો તૈયારી કરી છે તે રાજ્ય સરકારનાં નિર્ણયને રદ કરવો જોઇએ.

ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ, અસિત વોરાએ જણાવ્યું કે, ‘એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે ઉમેદવારો પરીક્ષા આપી શકશે, જેમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. કોઇએ પણ નવા ફોર્મ ભરવાની જરૂર નથી.’

આ પણ જુઓ વીડિયો: અમદાવાદમાં CSના ક્લાસિસ કરતી યુવતીને મળી ધમકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન