Nitin Patel are being treated unfairly in BJP Says Congress
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાજપમાં નીતિન પટેલ જેવા નેતાઓને અન્યાય થઈ રહ્યો છે: અમિત ચાવડા

ભાજપમાં નીતિન પટેલ જેવા નેતાઓને અન્યાય થઈ રહ્યો છે: અમિત ચાવડા

 | 7:18 pm IST
  • Share

ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામાં બાદ ભાજપે તેમની જગ્યાએ ભુપેન્દ્ર પટેલને રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં છે. જ્યાં સુધી નવા મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર ન હતી વાગી, ત્યાં સુધી અટકળોનું બજાર ગરમ રહ્યું હતું. અનેક મીડિયા રિપોર્ટમાં નીતિન પટેલનું નામ નવા મુખ્યમંત્રી તરીકે રેસમાં સૌથી આગળ હતું. જો કે આખરે નીતિન પટેલની જગ્યાએ કોઈએ વિચાર્યું ના હોય તેવા ભુપેન્દ્ર પટેલના શિરે મુખ્યમંત્રીનો તાજ આવ્યો છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું છે.

કચ્છમાં યોજાયેલી કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રામાં ઉપસ્થિત રહેલા અમિત ચાવડાએ નીતિન પટેલની નારાજગી મુદ્દે જણાવ્યું કે, જેમણે પાર્ટીમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હોય, તેવા લોકો સાથે ભાજપમાં અન્યાય થઈ રહ્યો છે. ભાજપમાં લાલકૃષ્ણ અડવાણીથી લઈને નીતિન પટેલ જેવા અનેક નેતાઓને અન્યાય થયો છે.

આ સાથે જ કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. મારી સરકારને વિનંતી છે કે, સરકાર તેમને તાત્કાલીક કેશડોલ ચૂકવે. સરકાર તરફથી તાત્કાલીક નુક્સાનીનો સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે. આ સાથે જ તેમણે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અસરગ્રસ્તોની મદદ કરવાની અપીલ કરી છે.

હકીકતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થવા સાથે જ નીતિન પટેલની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં તેમણે મજાકના અંદાજમાં કહ્યું હતું કે, હું એકલો નથી જેની બસ છૂટી ગઈ. મારા જેવા અનેક લોકો છે, જેઓ બસ ચૂકી ગયા છે. પાર્ટી હાઈકમાન્ડ નિર્ણય લે છે, જ્યારે લોકો ખોટું અનુમાન લગાવે છે. હું 6 વખતથી ધારાસભ્ય છું અને તે પ્રજાના આશીર્વાદ જ છે.

જ્યારે આજે સવારે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા બાદ નીતિન પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, તેઓ મારા સારા મિત્ર છે. હાલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે, હું નારાજ છુ, પરંતુ એવું કઈ નથી. હું ભુપેન્દ્ર પટેલની સાથે જ છું. પાર્ટીમાં દરેકને બધુ જ મળે, તે શક્ય નથી. ભાજપે મને ઘણું બધુ આપ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો