ટેકાના ભાવે મગફળીની ખરીદી અટકાવી દેવાયા અંગે નીતિન પટેલે આપ્યું આવું નિવેદન - Sandesh
NIFTY 10,806.50 +89.95  |  SENSEX 35,535.79 +289.52  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • ટેકાના ભાવે મગફળીની ખરીદી અટકાવી દેવાયા અંગે નીતિન પટેલે આપ્યું આવું નિવેદન

ટેકાના ભાવે મગફળીની ખરીદી અટકાવી દેવાયા અંગે નીતિન પટેલે આપ્યું આવું નિવેદન

 | 7:14 pm IST

ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું વિપુલ માત્રામાં થયેલું ઉત્પાદાન તરફ અંગુલી નિર્દેશ કરતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હ તું કે  હાલમાં સ્ટોરેજનો પ્રશ્ન હોવાથી 5 લાખ ટન  ખરીદી  કરીને અટકાવી દેવામાં આવી. ચે સમયે આચારસંહિતા ચાલતી હોવાથી રિવ્યુ થયો નહિં. વધું ઉત્પાદનને કારણે સ્ટોરેજનો અભાવ હતો. સ્ટોરેજ  વ્યવસ્થા માટે કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઉત્પાદિત માલ અંગે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ચાલુ વર્ષે ગુજરાતમમાં 35 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે.

મગફળી ખરીદી પેટે ખેડૂતોને બાકી નિકળતા નાણાં ચૂકવવાની બાબતે નીતિન પટેલે કહ્યું હતું કે બુધવારે ખેડૂતોને બાકી નિકળતી રકમ મુદ્દે ચર્ચા થઈ છે. સરકારે ખેડૂતોને ચૂકવવાની થતી બાકી રકમને વહેલામાં વહેલી તકે ચૂકવી દેવા નિર્ણય કર્યો છે. સ્ટોરેજ વ્યવસ્થા ઉભી કરવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે.

મગફળીના મુદ્દે નીતિન પટેલે કહ્યું હતું કે મગફળીની જે ખીરીદી કરવામાં આવી તે NAFED તરફથી સ્ટોક કરવામાં આવ્યો છે.

કોંગ્રેસને વાંધા કાઢવાની ટેવ છે : નીતિન પટેલ
નીતિન પટેલે મગફળી ખરીદી ઉપરાંત ફી નિયમન મુદ્દે પણ બોલ્યાં હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને વાંધા કાઢવાની ટેવ છે તેમ નીતિન પટેલે કહ્યું હતું. ફી નિયમન અંગેના હાઈકોર્ટના ચૂકાદા અંગે નીતિન પટેલે કહ્યું હતું કે લોકો માટે લાભદાયક ચુકાદો છે. ફી નિયમનનો કાયદો કોંગ્રેસ કેમ ના લાવી ? અમે લાવ્યા તેમ નીતિન પટેલે કહ્યું હતું. કોંગ્રેસને વાંધા કાઢવાની ટેવ  છે તેમ કહીને ફી નિયમનનો કાયદો અમારી સરકાર લાવી તેમ નીતિન પટેલે કહ્યું હતું.