nitin patel says not reduced a petrol and diesel rate in gujarat
  • Home
  • Ahmedabad
  • પેટ્રોલના ભાવ નહીં ઘટે,ગુજરાતની જનતાને નહીં મળે રાહત: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

પેટ્રોલના ભાવ નહીં ઘટે,ગુજરાતની જનતાને નહીં મળે રાહત: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

 | 6:42 pm IST

ભાજપના યુવા મોરચા અધિવેશનમાં નીતિન પટેલે પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતુ કે,ગુજરાતમાં નહીં ઘટે પેટ્રોલ-ડિઝલના ભાવ. આપણે ઘણા સમય પહેલા પેટ્રોલ-ડિઝલ પરનો વેટ ઘટાડ્યો છે. આખા દેશમાં ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર 20 ટકા ટેક્સ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25થી 30 ટકા ટેક્સ છે. કોંગ્રેસ રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.

રાજ્ય સરકારે ચૂંટણી વખતે જ વેટમાં ઘટાડો કર્યો હતો. સરકારના આ નિર્ણયથી ગુજરાતની જનતાને પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારામાંથી રાહત મળશે નહીં.ગુજરાતમાં કેટલાક સ્થળોએ પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર કરી ગયો છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે પણ ઉછાળો યથાવત્ રહ્યો હતો. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલની કિંમત 90.05 લીટર પહોંચી ગઈ છે. જે દેશમાં સૌથી વધારે છે. ડીઝલની કિંમતમાં પણ 15 પૈસાના વધારો થયો છે. મુંબઈમાં 77.47 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ વધી રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલનાં સતત ભાવવધારાએ માઝા મુકી છે. આજે 24મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. પેટ્રોલમાં સરેરાશ 14 પૈસા અને ડીઝલમાં સરેરાશ 15 પૈસા પ્રતિ લિટરનો વધારો ઝીંકાયો છે. છેલ્લા સપ્તાહથી સતત થયેલા ભાવવધારાને કારણે સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલનાં ભાવવધારાની અસર અન્ય ચીજ વસ્તુઓ પર પણ પડી છે અને લોકોનાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવને ડામવામાં સરકાર નિષ્ફળ સાબિત થઇ છે ત્યારે હવે લોકોનો આક્રોશ ભાવ ન ઘટતા સામે આવી રહ્યો છે. જેને પગલે ગઇકાલે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી ભારત બંધનું એલાન અપાયું હતુ.