Nitin Patel's big statement after meeting with Bhupendra Patel
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત બાદ આજે નીતિન પટેલનું નિવેદન: બધાને બધું મળે એ શક્ય નથી….

ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત બાદ આજે નીતિન પટેલનું નિવેદન: બધાને બધું મળે એ શક્ય નથી….

 | 10:09 am IST
  • Share

ગુજરાતના નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલના નામ પર મહોર વાગી છે. આજે સવારથી જ ભુપેન્દ્ર પટેલના નિવાસ્થાને શુભેચ્છા પાઠવવા માટે લોકોની ભીડ જામી છે. આજે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ કાર્યક્રમનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભુપેન્દ્ર પટેલ આજે સવારે ઘરે પૂજા અર્ચના કરી હતી. પૂજા કર્યા બાદ તેઓ સીધા જ થલતેજ ખાતેના સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરીને સુરધારા સર્કલ પાસે રહેતા નીતિન પટેલના ઘરે પહોચ્યા છે. રાજ્યના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલના ઘરે પહોંચીને તેમના આશીર્વાદ લીધા છે. નીતિન પટેલના ઘરે મુલાકાત કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સુભાષ ચોકમાં આવેલ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.

ગુજરાતના ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કર્યા બાદ આજે નીતિન પટેલે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. નીતિન પટેલે ભુપેન્દ્ર પટેલ વિશે જણાવ્યું હતું કે તેઓ મારા એક સારા મિત્ર છે અને પારિવારિક સંબંધ ધરાવે છે. હાલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે મારામાં નારાજગી છે, પરંતુ નારાજગીની કોઈ વાત જ નથી. હું ભુપેન્દ્ર ભાઈની સાથે જ છું. પાર્ટીમાં બધાને બધુ મળે એ શક્ય નથી. ભાજપે મને ઘણું બધું આપ્યું છે.

મહેસાણામાં રવિવારે નીતિન પટેલે ભુપેન્દ્ર પટેલ વિશે આપેલું નિવેદન

મહેસાણામાં રવિવારે નીતિન પટેલે ભુપેન્દ્ર પટેલ વિશે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ પટેલ મારા મિત્ર છે. હાલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે કે મારું પત્તું કપાઈ ગયું, મારું નામ જતું રહ્યું પરંતુ એવું નથી. મારૂ નામ જતું રહ્યું નથી. મારૂ સ્થાન મારા મતદારોના દિલમાં છે. મતદારોના દિલમાંથી મારૂ સ્થાન ક્યારેય જવાનું નથી. મને મતદારોના દિલમાંથી કોઈ હટાવી શકે તેમ નથી. હું મહેસાણાનો છું અને મહેસાણાનું પાણી પીધું છે.

મહેસાણામાં નીતિન પટેલે શું આપ્યું હતું નિવેદન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે બપોરે નવા મુખ્યમંત્રીની જાહેરાત બાદ નીતિન પટેલે મહેસાણામાં સાંજે વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી ટીવીમાં મારું એકલાનું નહિ, ભલભલાના નામો ટીવીમાં ચાલતા હતા. એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું. હું અસ્સલ મહેસાણાનો છું. હું કોઈ લાભ લાલચથી ખેંચતો નથી. પક્ષ જે કામ સોંપે એ કરવાની મારી જવાબદારી છે. હું જ્યાં સુધી જનતાના મગજમાં છું ત્યાં સુધી કોઈ મને કાઢી નહિ શકે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ભલભલા જતા રહેશે. હું જ્યાં સુધી જનતાના મગજમાં છું કોઈ મને કાઢી નથી શકવાનું. હું ભૂતકાળમાં વિરોધ પક્ષમાં રહેલો છું. આજે મારું જે સ્થાન છે એ કડી અને મહેસાણાની જનતા તેમજ બીજેપીને આભારી છે. આ સરકાર એવી નથી કે બોલીને ફ્રી જાય. મને પક્ષમાં ઘણી તકલીફ્ પડી છે. ભૂતકાળમાં મેં બહુ સહન કર્યું છે. કમસેકમ નીતિન પટેલ બોલીને ફ્રી જાય એમ નથી. આજના દિવસે બધાને જાતજાતના પ્રશ્ન થઈ રહ્યા હતા. જોકે નવા મુખ્યમંત્રી માટે મેં પોતે દરખાસ્ત મૂકી હતી. નવા મુખ્યમંત્રી આપણા જ છે અને આપણા સાથી જ છે. આજે પણ અઠવાડિયામાં પાંચ વખત ભૂપેન્દ્રભાઈ મારી ઓફ્સિે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન