Nitin Patel's big statement, 'What happened to the Congress leaders sitting at home?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નીતિન પટેલનું મોટું નિવેદન, ‘કોંગ્રેસના નેતાઓને શું ઘરે બેઠા કોરોના થયો? રાજ્યમાં 3,433 વેન્ટિલેટર ઉપલબ્ધ’

નીતિન પટેલનું મોટું નિવેદન, ‘કોંગ્રેસના નેતાઓને શું ઘરે બેઠા કોરોના થયો? રાજ્યમાં 3,433 વેન્ટિલેટર ઉપલબ્ધ’

 | 7:07 am IST
  • Share

કોરોનાના ચેપથી નાગરીકોને બચાવવા સરકારની કામગીરીથી હાઈકોર્ટ સંતુષ્ટ છે, વિશ્વ આરોગ્ય સંસ્થા – WHOએ ગુજરાત સરકારના પ્રોએક્ટિવ એપ્રોચને બિરદાવ્યો છે. ડોક્ટરોથી લઈને એક એક કર્મચારીઓ માનવજાતને બચાવવા દિવસરાત એક કરી રહ્યા છે ત્યારે નાગરીકોની સેવા કરવાને બદલે કોંગ્રેસ હીનકક્ષાની રાજનીતિ કરે તે નિંદનીય હોવાનું કહેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અર્જૂન મોઢવાડિયાના આક્ષેપો ફગાવ્યા હતા.

તેમણે કહ્યું  ભાજપ પ્રદેશ અધ્યક્ષને સુપર સ્પ્રેડર કહે છે તો કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યોને ઘરે બેઠા કોરોના થયો હતો ? એ પણ બહાર જ નિકળ્યા હતા ને. ચૂંટણીઓમાં સભા તો તેમણે પણ કરી હતી. આવી નિમ્ન સ્તરની રાજનીતિ ઠીક નથી. રાજ્યમાં ૩,૪૩૩ વેન્ટિલેટર કોવિડ-૧૯ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. કોઇ ઘટ નથી.

હાલની પરિસ્થિતિએ ૪૦,૦૦૦ જેટલા RT-PCR ટેસ્ટ અને ૬૦,૦૦૦ એન્ટીજન એમ રોજના એક લાખ જેટલા ટેસ્ટ થાય છે.વેક્સીન આપવામાં ગુજરાત દેશમાં સૌથી આગળ છે. સવા છ કરોડની વસ્તીમાં અત્યાર સુધીમાં ૮૦.૧૭ લાખથી વધુ નાગરીકોને ડોઝ અપાઈ ચૂક્યા છે.

સાજા થવાનો દર એક સમયે ૯૮ ટકા સુધી પહોંચ્યો હતો, જે આજે ૯૪ ટકા જેટલો છે. ચેપનો ફેલાવો રોકવા આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુ બાદ ૨૦ શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ મુક્યો છે. તેમાંય કોંગ્રેસ પ્રશ્ન ઉઠાવે છે કે લોકડાઉન કેમ નહી ? શુ કોંગ્રેસ ઈચ્છે કે લોકડાઉનથી ગરીબો, શ્રમિકો અને માંડ માંડ પાટે ચઢેલી સામાન્ય નાગરીકોની રોજીંદી જીંદગીમાં હાડમારી સર્જાય?

સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં આવે છે, ત્યાં કોંગ્રેસ સત્તામાં છે, અહીં ગુજરાતના કોંગ્રેસી નેતાઓ ત્યાં જઈને કેમ લોકડાઉન લાદવા સલાહ સુચન આપતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન