Nitin Patel's Name Not Included In Invitation Card of SVP Hospital
  • Home
  • Ahmedabad
  • લો બોલો! SVP હૉસ્પિટલની આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનું નામ જ ગાયબ…

લો બોલો! SVP હૉસ્પિટલની આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનું નામ જ ગાયબ…

 | 11:36 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વીએસ હૉસ્પિટલનાં સંકુલ ખાતે બનેલી એસવીપી હૉસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટનાં એક દિવસ પહેલા જ ગુજરાતનાં મહેમાન બન્યા છે. એસવીપી હૉસ્પિટલનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કરશે. હૉસ્પિટલનાં લોકાર્પણ કાર્યક્રમ માટે એએમસી દ્વારા આમંત્રણ પત્રિકા છાપવામાં આવી છે. જો કે આ આમંત્રણ પત્રિકાને લઇને પ્રશ્નો ઊઠી રહ્યા છે.

એએમસી દ્વારા હૉસ્પિટલનાં લોકાર્પણ માટેની આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ જ ગાયબ છે. નીતિન પટેલનું નામ ગાયબ હોવાના કારણે આમંત્રણ પત્રિકાને લઇને વિવાદ ઊભો થઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આરોગ્યમંત્રી હોવા છતા તેમનું નામ છાપવામાં આવ્યું નથી. આ ઉપરાંત અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલની આમંત્રણ પત્રિકામાંથી પણ નીતિન પટેલનું નામ ગુમ છે.

એસવીપી હૉસ્પિટલની આમંત્રમ પત્રિકામાં વિશેષ ઉપસ્થિતિ તરીકે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આઇકે જાડેજાનું નામ છાપવામાં આવ્યું છે. ત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે નીતિન પટેલનું નામ ભૂલથી લખવાનું રહી ગયું છે કે છાપવામાં જ આવ્યું નથી!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન