Nitish Kumar Asks Prashant Kishore To Stay In Jdu Over CAB
  • Home
  • Featured
  • નાગરિકતા સંશોધન કાયદાને લઈ પ્રશાંત કિશોરે ધર્યું રાજીનામું તો નીતીશે આપ્યો આવો જવાબ

નાગરિકતા સંશોધન કાયદાને લઈ પ્રશાંત કિશોરે ધર્યું રાજીનામું તો નીતીશે આપ્યો આવો જવાબ

 | 10:04 pm IST

નાગરિકતા સંશોધન કાયદા પર પાર્ટીની સ્ટેન્ડથી વિપરીત જનારા ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે જેડીયૂમાંથી રાજીનામાની ઓફર કરી છે. તેમણે શનિવારે પટનામાં રાજ્યના સીએમ અને પાર્ટીના સુપ્રીમો નીતીશ કુમારને મળીને રાજીનામું આપી દીધું હતું. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતીશ કુમારે તેમના આ રાજીનામાને સ્વિકાર્યું નથી.

નાગરિકતા સંધોધન કાયદા પર જેડીયૂ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ પ્રશાંત કિશોરની આગેવાનીમાં પવન વર્મા, ગુલાસ રસૂલ બલિયાવી સહિત કેટલાક નેતાઓ આ બિલને સપોર્ટ પરવાના પાર્ટીના વલણથી ભારોભાર નારાજ છે, તો બીજી બાજુ પાર્ટીના સીનિયર નેતાઓએ આરસીપી સિંહના નેતૃત્વમાં મ્નાત્ર બિલને કોઈ જ શરત વગર રમર્થન આપ્યું પણ પ્રશાંત કિશોર જેવા નેતાઓ પર આડકતરી રીતે આકરા પ્રહારો પણ કર્યા હતાં.

રસપ્રદ વાત એ છે કે, જે દિવસે પ્રશાંત કિશોરે નીતીશ કુમાર સાથે મુલાકાત કરી તે જ દિવસે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર સાથે કામ કરશે. પ્રશાંત કિશોર હાલ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી માટે પણ ચૂંટણીની રણનીતિ ઘડવાનું કામ કરી રહ્યાં છે.

તો નીતીશ સરકાર બદલશે પોતાનું સ્ટેન્ડ?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રશાંત કિશોર અને નીતીશ કુમાર વચ્ચેની વાતચીતમાં એનઆરસીનો મુદ્દો પણ ચર્ચાયો હતો. કિશોર તરફથી આ મુદ્દો ઉઠાવવામાં આવતા નીતીશ કુમારે તેમને હૈયાધારણા બંધાવી છે કે, બિહારમાં એનઆરસી લાગુ નહીં થાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતીશ આગામી દિવસોમાં સાર્વજનિક રૂપે આ બાબતની જાહેરાત પણ કરી શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન