NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • નીતીશકુમાર સોનિયા ગાંધીને મળતાં મહાગઠબંધન સંદર્ભે અટકળો શરૂ થઈ

નીતીશકુમાર સોનિયા ગાંધીને મળતાં મહાગઠબંધન સંદર્ભે અટકળો શરૂ થઈ

 | 1:49 am IST

નવી દિલ્હી :

બિહારના સીએમ નીતીશકુમારે ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત તેમણે દેશની વર્તમાન રાજનીતિક સ્થિતિ પર ચર્ચા કરવા માટે કરી હોવાનું મનાય છે. નીતીશ રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી સામે લડવા માટે ધર્મનિરપેક્ષ દળોને મહાગઠબંધન માટે આહ્વાન કરતા રહ્યા છે. સોનિયા સાથેની વાતચીતમાં નીતીશે આ મુદ્દાને ઉઠાવ્યો હોવાનું મનાય છે. કોંગ્રેસ બિહારમાં જદયુ સરકારમાં ભાગીદાર છે. જદયુ, રાજદ અને કોંગ્રેસે મહાગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી અને ભાજપ સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. સૂત્રો મુજબ નીતીશ અને સોનિયાએ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પણ ચર્ચા કરી હતી. આ ચૂંટણીઓમાં ભાજપની શાનદાર જીતે વિપક્ષોને એકમંચ પર આવવાની સંભાવનાને બળ આપ્યું છે. માયાવતીએ પણ તેની તરફેણ કરતાં નીતીશ-સોનિયાની આ મુલાકાતનું મહત્ત્વ વધી જાય છે.