IPL-11: નીતીશ રાણાના અપશબ્દ સામે વિરાટે આપી મોટી ભેટ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL-11: નીતીશ રાણાના અપશબ્દ સામે વિરાટે આપી મોટી ભેટ

IPL-11: નીતીશ રાણાના અપશબ્દ સામે વિરાટે આપી મોટી ભેટ

 | 3:38 pm IST

વિરાટ કોહલી યુવાન ખેલાડીઓમાં પ્રોત્સાહિત કરવા માટે જાણીતા છે. ફરી એક વખત પોતાની આ વાતનો પરિચય આપતાં નીતીશ રાણાએ પોતાની બેટ ગિફ્ટમાં આપી છે. RCB અને KKR વચ્ચેની મેચમાં 2 બોલ પર સતત રાણાએ એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. કોહલીના આઉટ કર્યા પછી રાણા દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હતા. તે વાતને ધ્યાનમાં ન લઈને નીતીશ રાણાને સારા પ્રદર્શન માટે પ્રોત્સાહિત કર્યો છે.

IPL-11ની ત્રીજી મેચમાં RCBના કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરવા પર નીતીશ રાણા દ્વારા અપશબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમના આ વ્યવહારની ઘણી ટીકા સોશ્યિલ મીડીયા પર પણ થઈ હતી. કોહલીએ રાણાને ઉત્તમ ખેલ દેખાડવા માટે ઈનામ માટે પોતાની બેટ આપી છે અને નીતીશ રાણાએ પોતાના સોશ્યિલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરી કોહલીનો આભાર માન્યો છે.

RCBના કેપ્ટનની પ્રશંસા કરતાં નીતીશ રાણાએ ફોટો શેર કર્યો છે અને પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે, જ્યારે રમતના મહાન ખેલાડીઓ દ્વારા તમને પ્રશંસા મળે છે તેનો અર્થ તમે કંઈક સારું કરી રહ્યા છો. આ બેટ માટે આભાર, વિરાટ ભાઈ. આ એક એવું પ્રોત્સાહન છે, જેની મને ઘણી જરૂરત હતી.