Nitu Kapoor birthday celebration in Paris
  • Home
  • Photo Gallery
  • નીતૂ કપૂરનો બર્થડે સેલિબ્રેટ કરવા પેરિસ પહોંચ્યું ફેમિલી, સાથે દેખાઈ ખાસ મહેમાન, Photos

નીતૂ કપૂરનો બર્થડે સેલિબ્રેટ કરવા પેરિસ પહોંચ્યું ફેમિલી, સાથે દેખાઈ ખાસ મહેમાન, Photos

 | 11:03 am IST

નીતૂ કપૂરની બર્થડે સ્પેશિયલ પાર્ટી માટે કપૂર પરિવાર પેરિસ પહોંચી ગયો છે. રણબીર કપૂરની બહેન રિદ્ધીમાએ ઈન્સ્ટા પર સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. રણબીર કપૂર સાથે શેર કરાયેલી તસવીરોમાં રિદ્ધીમા પોતાના પતિ સાથે નજર આવી રહી છે. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે, #mumsbday #paris ❤️

રિદ્ધીમાએ માતા નીતુ કપૂર સાથેની પણ એક તસવીર શેર કરી છે. આ તસવીરના માય યુનિવર્સ લખીને શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, પેરિસમાં થઈ રહેલા નીતૂ કપૂરના બર્થ ડે પાર્ટીની તૈયારીઓ ખુદ ઋષિ કપૂરે કરી છે. આ સેલિબ્રેશન કપૂર ફેમિલી માટે બહુ જ ખાસ છે, કારણ કે ત્યાં આલિયા ભટ્ટ પણ પહોંચી છે.

આલિયા પેરિસ જવા માટે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. એરપોર્ટ પર આલિયા બિન્દાસ લૂકમાં નજર આવી હતી. તમને જણાવી દઈએ કે, આલિયાએ 6 થી 9 જુલાઈ દરમિયાન શુટિંગમાંથી રજા લીધી છે.