Nityanand Asaram case, Ahmedabad police reach Bangalore
  • Home
  • Ahmedabad
  • આશ્રમ વિવાદ: લંપટ નિત્યાનંદ દેશમાં કે પછી ફરાર? અમદાવાદ પોલીસ બેંગ્લોર પહોંચી

આશ્રમ વિવાદ: લંપટ નિત્યાનંદ દેશમાં કે પછી ફરાર? અમદાવાદ પોલીસ બેંગ્લોર પહોંચી

 | 4:17 pm IST

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે હવે ગ્રામ્ય પોલીસની એક ટીમ બેંગ્લોર જવા રવાના થઈ હોવાના સમાચાર મળ્યા છે. બેંગ્લોર જઈ અમદાવાદ પોલીસ નિત્યાનંદના ગોરખધંધા અને તેની વિરુદ્ધ નોંધાયેલ કેટલાક ગુનાઓની તપાસ હાથ ધરશે.

પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચમાં આવેલ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં દૈનિક ધોરણે નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે આ કેસ હેઠળ વધુ તપાસ કરવા માટે અમદાવાદ પોલીસ બેંગ્લોર પહોંચી છે. ત્યાં પોલીસ નિત્યાનંદ વિરુદ્ધ નોંધાયેલ કેટલાક કેસની તપાસ કરશે. ઉપરાંત નિત્યાનંદ છેલ્લા ક્યારે દેશમાં જોવા મળ્યો હતો અને તે હાલ ક્યા દેશમાં છુપાયેલ છે. તે અંગા તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિવેકનંદ નગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં નિત્યાનંદ મુખ્ય આરોપી છે.



DPS સ્કૂલ સામે કડક પગલા લેવા તથા માન્યતા રદ કરવા માગ:

આપને જણાવી ધઈએ કે ગુરૂવારે સાંજે NSUIના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારે હોબાળો-સૂત્રોચ્ચાર કરીને હાથીજણ ડીપીએેસ સ્કૂલ અને સત્તાવાળાઓ સામે કડક પગલા ભરવાની માંગ કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ભૂત-વર્તમાન-ભવિષ્યના સબંધો અંગેના આંતરાષ્ટ્રીય સેમિનારના ઉદ્ધાટન કાર્યક્રમ પૂર્વે આ વિરોધ પ્રદર્શન થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન