nityananda controversy I am currently promoting the monastery ': Nityanandita
  • Home
  • Ahmedabad
  • ‘હું માતાપિત સાથે જવા માંગતી નથી હાલમાં આશ્રામના પ્રચાર અર્થે છું’: નિત્યાનંદીતા

‘હું માતાપિત સાથે જવા માંગતી નથી હાલમાં આશ્રામના પ્રચાર અર્થે છું’: નિત્યાનંદીતા

 | 9:57 pm IST

બેગલુરુના જનાર્દન શર્મા સ્થાનિક કંપનીઓમાં સીએ તરીકે કામગીરી કરતા હતા. જનાર્દન શર્માને ચાર સંતાનો હતા. ચારેય સંતાનો બેગાલુરુ નિત્યાંનદ સ્વામીના આશ્રામમાં અભ્યાસ કરતા હતા. જનાર્દન શર્માએ 2016 સુધી સીએ તરીકે બેગલુરુની સ્થાનીક કંપનીઓમાં સીએ તરીકે કામગીરી હતા. 2016 બાદ જનાર્દન શર્મા અને તેની પત્નિ ભુવનેશ્વરી શર્મા નિત્યાનંદ સ્વામીના આશ્રામમાં સેવા આપવા માટે જોડાયા હતા. તેથી જનાર્દને નિત્યાનંદના સેક્રેટરી તરીકે કામગીરી સોંપવામાં આવી હતી.

જનાર્દન અને ભુનેશ્વરી બંન્ને આશ્રામના કામોમાં વ્યસ્ત રહેતા બાળકો પ્રત્યે ધ્યાન આપતા ન હતા. ડિસેમ્બર 2018માં જનાર્દન અને ભુનેશ્વરીને ખબર પડી કે બાળકોને બેગાલુરુથી અમદાવાદ ખાતે આવેલ નિત્યાનંદન આશ્રામ યોગીની સર્વાંજ્ઞ પીઠમમાં લઇ જવામાં આવ્યા છે. ત્યારબાદ પરિવારને ચારેય સંતાનો સાથે સંપર્ક થતો ન હતો. તેથી છેલ્લા 3 માસથી શર્મા પરિવાર બાળકોને અમદાવાદ ખાતે મળવા માટે આવતા પણ આશ્રામના સંચાલકો બાળકો સાથે મળવા દેતા ન હતા. અવાર નવાર શર્મા પરિવાર અમદાવાદ આવતા પણ બાળકો સાથે મળવા દેવામાં આવતા ન હતા. તેથી 1 નવેમ્બરના રોજ અમદાવાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીમાં જનાર્દન અને તેની પત્નિએ આશ્રામના સંચાલકો બાળકો સાથે મળવા દેતા નથી તેવી ફરિયાદ કરી હતી. ત્યાર બાદ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશને સમગ્ર ઘટના પોલીસને સમજાવી હતી. તેથી પોલીસે અરજી લીધી હતી. ત્યારબાદ પોલીસે આશ્રામ ખાતે તપાસ કરતા ત્યાંથી જનાર્દન શર્માના ૩ બાળકો મળી આવ્યા હતા.

જેમાંથી બે બાળકો સગીર હતી. જેમને આશ્રામમાં રહેવું ન હતુ તેથી તેમને માતાપિતાને સોંપી દેવામાં આવ્યા હતા. જ્યારે 18 વર્ષીય નિત્યાનંદીતા નામની યુવતીને તેના માતાપિતા સાથે જવું નથી અને આશ્રામમાં રહેવું છે તેવું પોલીસને લેખીતમાં જણાવ્યું હતુ. ત્યારે તા. 15 નવેમ્બર શુક્રવારની મોડી રાત્રે જનાર્દન અને તેની પત્નિ આશ્રામ ખાતે બે યુવતીઓને મળવા પહોંચ્યા હતા. પણ યુવતીઓ સાથે મળવા દેવામાં આવ્યા ન હતા. તેથી રાત્રે પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમ છતાં રાત્રે આશ્રામના સંચાલકોઓએે શર્મા પરિવાર અને પોલીસને પણ રાત્રે પ્રવેશ આપ્યો નહતો. આજે સવારે અધિકારીઓ અને પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરવાની ચિમકી આપતા પ્રવેશ આપ્યો હતો. તેથી નિત્યાનંદીતા ત્યાં હાજર ન હોવાથી આશ્રામના સંચાલકોએ સ્કાઇપ દ્વારા અધિકારીઓને યુવતી સાથે વાત કરાવી હતી. યુવતીએ જણાવ્યુ હતુ કે હું 18 વર્ષની છું પોતાની મરજીથી ગમે ત્યાં જઇ શકું છું અને હાલમાં આશ્રામના પ્રચાર અર્થે પ્રવેશમાં છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન