Nityananda's parents explain, 'My mother's friend abused me physically'
  • Home
  • Ahmedabad
  • નિત્યાનંદાનો માતા-પિતાને લઇ ખુલાસો, ‘મારી માતાનાં મિત્રએ કર્યું મારૂ શારીરિક શોષણ’

નિત્યાનંદાનો માતા-પિતાને લઇ ખુલાસો, ‘મારી માતાનાં મિત્રએ કર્યું મારૂ શારીરિક શોષણ’

 | 3:39 pm IST

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્ય નંદિતા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતાપિતા જુઠ્ઠુ બોલતા હોવાનો આરોપ કર્યો છે. તેણે કહ્યું કે, હું મારી મરજીથી ફરવા આવી છું, અને મારા માતાપિતા હળાહળ ખોટુ બોલી રહ્યાં છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. તો બીજી તરફ, નિત્ય નંદિતાએ પોતાના લોકેશનની કોઈ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી.

નિત્યાનંદીતાએ સોશિયલ મીડિયાની મદદથી વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘હું મરજીથી પ્રવાસે નીકળી છું, હું ખુબ જ ખુશ છું. મારુ અપહરણ નથી થયું. હું હાલ પ્રવાસમાં છું. મારા માતા- પિતા તકલીફ ઉભી કરી રહ્યા છે. પરિવારની સમસ્યા જાહેર કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ મારી માતાનું જગદિશ નામના યુવક સાથે અફેર હતું. તે યુવકે મારૂં પણ શારીરિક શોષણ કર્યું હતું. હું મારા માતાપિતાથી ભાગી નથી રહી પરંતુ હું મારી જાતને બચાવી રહી છું.’ મારા પિતાએ નાણાની ઉચાપત કરી ત્યારથી વિવાદ સામે આવ્યો છે. મારૂં અપહરણ થયું હોવાની વાતો પાયા વિહોણી છે. મેં મરજીથી આ માર્ગે પસંદ કરેલો છે. મારા માતાપિતાના તમામ આક્ષેપો ખોટા છે.’

નિત્યાનંદિતાએ વીડિયોના આધારે મીડિયાને માહિતગાર કરી હતી કે, છેલ્લા કેટલાય દિવસોથી અહેવાલોમાં ખોટા પ્રસાર થઇ રહ્યા છે. હું મારા લોકો સાથે સતત પ્રવાસ કરી રહી છું. મારૂં અપહરણ થયું હોવાની વાતો ખોટી છે. દુ:ખ સાથે કહેવું પડે છે કે જનાર્દન અને મારા માતાપિતાના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે. તે ખોટા છે.

19 વર્ષની ઉંમરે મારામાં માધ્યમોને સામે ચાલીને જવાબ આપવાની ક્ષમતા નથી. હું મારી જાતને આ તણાવ અને ત્રાસથી દૂર રાખવા માંગુ છું તેથી હું પ્રવાસે નીકળી ગઈ છું. હું મારી સ્વઇચ્છાએ બહાર નીકળી છું. મારૂં કોઈ અપહરણ થયું નથી.’

નિત્યાનંદના આશ્રમમાં ગુમ થયેલી પોતાની પુત્રીઓને શોધવા આવેલા માતા-પિતાને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. યુવતીના પિતાને ધમકી મળતા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. યુવતીના પરિવારનો આક્ષેપ છે કે આશ્રમમાંથી તેમને ધમકી મળી રહી છે. નિત્યાનંદિતાના પિતાએ આશ્રમ તરફથી ફોન કરીને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ કરવાની ધમકીનો આરોપ પરિવારે આશ્રમ પર લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન