Maula Of Nizamuddin Markaz Agreed To Left Mosque After Doval's Interfere
  • Home
  • Corona live
  • નિઝામુદ્દીન મસ્જિદ ખાલી નહોતા કરી રહ્યા મૌલાના, રાત્રે 2 વાગ્યે પહોંચી ગયા હતા ડોભાલ

નિઝામુદ્દીન મસ્જિદ ખાલી નહોતા કરી રહ્યા મૌલાના, રાત્રે 2 વાગ્યે પહોંચી ગયા હતા ડોભાલ

 | 7:56 pm IST

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા ધાર્મિક સમારંભ બાદ ત્યાંની બંગલાવાળી મસ્જિદને ખાલી કરાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતુ. ત્યાંથી મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલ લઇ જઇને તેમની કોરોના વાયરસ સંક્રમણની તપાસ કરાવવામાં આવી હતી, પરંતુ આ બધું એટલું પણ સરળ નહોતુ. ઉલ્લેખનીય છે કે મસ્જિદનાં મૌલાના સાદ મસ્જિદને ખાલી કરાવવા પર રાજી નહોતા. આવામાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મહત્વની ભૂમિકા નીભાવી હતી. તેઓ મોડી રાત્રે 2 વાગ્યે મસ્જિદ પહોંચ્યા હતા. ત્યારબાદ જ પોલીસનું ‘ઑપરેશન મરકઝ’ શરુ થઈ શક્યું હતુ.

મૌલાના વાત માનવાથી કહી રહ્યા હતા ના, પહોંચ્યા ડોભાલ

એક રિપોર્ટ્સ પ્રમાણે નિઝામુદ્દીન મરકઝનાં પ્રમુખ મૌલાના સાદે બંગલાવાળી મસ્જિદને ખાલી કરાવવા માટે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓની વાત માનવાથી ના કહી દીધી હતી. તેઓ મસ્જિદને ખાલી કરવા તૈયાર નહોતા. આવામાં ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ સંભાળવા કહ્યું હતુ.

વિદેશથી પણ આવ્યા હતા લોકો

ગૃહ મંત્રાલયનાં ઉચ્ચ અધિકારીઓ અનુસાર, ડોભાલ 28-29 માર્ચ દરમિયાન રાતનાં લગભગ 2 વાગ્યે નિઝામુદ્દીન મરકઝ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મૌલાના સાદ સાથે ત્યાં રહેલા લોકોની કોવિડ-19 સંક્રમણની તપાસ કરવા માટે કહ્યું હતુ. શાહ અને ડોભાલ બગડતી સ્થિતિ વિશે જાણતા હતા. સુરક્ષા એજન્સીઓએ તેંલગાનાનાં કરીમનગરમાં 9 ઇન્ડોનેશિયાઈ લોકોનાં કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તેમને ટ્રેક કર્યા હતા. તેઓ તમામ મરકઝથી આવ્યા હતા.

ડોભાલની દખલ બાદ આગળ વધ્યું ઑપરેશન

સુરક્ષા એજન્સીઓએ બીજા દિવસે આના સંબંધમાં તમામ રાજ્યોની પોલીસને એલર્ટ મોકલ્યું હતુ. એનએસએ અજીત ડોભાલની દખલ બાદ જ મરકઝે 27, 28 અને 29 માર્ચનાં 167 તબલીગી કાર્યકર્તાઓને હૉસ્પિટલમાં ભરતી થવાની પરવાનગી આપી હતી. ડોભાલનાં હસ્તક્ષેપ બાદ જમાતનાં શીર્ષ નેતા મસ્જિદની સફાઈ કરવા માટે પણ માન્યા હતા. ડોભાલે છેલ્લા દશકોમાં ભારત અને વિદેશોમાં અલગ અલગ મુસ્લિમ આંદોલનો સાથે ઘણા ગાઢ સંબંધ બનાવ્યા છે. તેઓ લગભગ તમામ મુસ્લિમ ઉલેમાઓને જાણે છે અને દેશ માટે રાષ્ટ્રિય રણનીતિ બનાવવા માટે તેમની સાથે સમય પસાર કરે છે.

આ વિડીયો પણ જુઓ: રાજયમાં આજથી શરૂ થયેલા અનાજ વિતરણમાં ઠેર ઠેર 144 નો ભંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન