વૃધ્ધ, બીમાર અને ઈજાગ્રસ્ત લોકોને સરકારે આધાર કાર્ડ માટે આપી મોટી રાહત - Sandesh
  • Home
  • Business
  • વૃધ્ધ, બીમાર અને ઈજાગ્રસ્ત લોકોને સરકારે આધાર કાર્ડ માટે આપી મોટી રાહત

વૃધ્ધ, બીમાર અને ઈજાગ્રસ્ત લોકોને સરકારે આધાર કાર્ડ માટે આપી મોટી રાહત

 | 12:36 pm IST

શારીરિક રીતે અશક્ત લોકો માટે સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી રહી છે. સરકારે આધાર કાર્ડ બનાવવામાં અસર્મથ લોકોને બેન્કમાં ખાતામાં વેરિફિકેશન માટે અન્ય કોઇ પણ આઈડી આપી શકે છે. તેવા લોકોને બેન્ક ખાતામાં આધાર માંથી મુક્તિ આપવામાં આવી રહી છે. સરકારે ગેજેટ નોટિફિકેશન જાહેર કરી મની લોન્ડ્રિંગ રોકવા માટેના નિયમોમાં સંશોધન કરી માહિતી આપી છે. આ હેઠળ જે લોકેને બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશનમાં તકલીફ થઈ રહી હોય તેઓ માટે અન્ય પુરવા માન્ય રાખવામાં આવશે.

બીમાર, ઈજાગ્રસ્ત અને વૃધ્ધ લોકોને આધારમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. UIDAIના સીઇઓ અજય ભૂષણ પાંડે તરફથી કહેવામાં આવ્યું કે, આધાર કાર્ડ નહીં હોવાના કારણે જે બિમાર અને ઇજાગ્રસ્ત લોકોને તકલીફ થઈ રહી હોય તેવા લોકો વગર તકલીફે બેન્કિંગ અને અન્ય નાણાંકીય સેવાઓનો લાભ મેળવી શકશે. નવા નિયમોના પરિણામે વાસ્તવિક રીતે જરૂરિયાતમંદોની બેન્કિંગ સેવામાં કોઇ જ અડચણ રહેશે નહીં.

આ તરફ મંગળવારે જ કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે આધાર કાર્ડ ફરજિયાત નથી. જેમના પરિણામે તેમને લાઇફ સર્ટિફિકેટ માટે બેન્કોના ચક્કર કાપવાની જરૂર નથી. જેના કારણે લોકોને મોટી રાહતી મળી રહી છે.