ગોધરામાં દુષ્કર્મ પિડીતાને ગર્ભપાત કરવાનો હાઇકોર્ટનો ઇન્કાર - Sandesh
  • Home
  • Gujarat
  • ગોધરામાં દુષ્કર્મ પિડીતાને ગર્ભપાત કરવાનો હાઇકોર્ટનો ઇન્કાર

ગોધરામાં દુષ્કર્મ પિડીતાને ગર્ભપાત કરવાનો હાઇકોર્ટનો ઇન્કાર

 | 9:33 am IST

ગોધરાની દુષ્કર્મની પિડીતાને મેડીકલ રિપોર્ટના આધારે ગર્ભપાત કરવાનો હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. કોર્ટે તેના ચુકાદામાં ઠેરવ્યુ છે કે પીડિતાના બાળક અને તેની સારવાર માટે તે રાજય સરકારની યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકે છે.

ચાર તબીબોની પેનલે મેડીકલ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમા એવી રજુઆત કરાઇ હતી કે પિડીતા અને તેના ઉદરમાં રહેલું બાળક બન્ને સ્વસ્થ છે,આવા સંજોગોમાં ગર્ભપાત કરાય તો પીડિતાના જીવને જોખમ થઇ શકે છે. તપાસમાં બાળક ૬ મહિનાનું અને સંપુર્ણ વિકસીત હોવાથી ગર્ભપાત કરી શકાય નહી. મેડીકલ રિપોર્ટના આધારે હાઇકોર્ટે ગર્ભપાત કરવાનો ઇન્કાર કર્યો હતો. જો કે કોર્ટે પીડિતાને સરકારમાં અરજી કરીને સરકારી યોજનાનો લાભ લઇ શકે છે તેવી સલાહ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન