No acne or scars left on the skin calendula-flowers-natural pimple remove
  • Home
  • Fashion & Beauty
  • ત્વચા પર નહીં રહે એકપણ ખીલ કે તેનો ડાઘ, આ ફુલથી કરો ઘરગથ્થુ ઉપાય

ત્વચા પર નહીં રહે એકપણ ખીલ કે તેનો ડાઘ, આ ફુલથી કરો ઘરગથ્થુ ઉપાય

 | 10:44 am IST

કૈલેંડુલા (Marigolds)ફુલથી સુંદરતાને લગતા અનેક લાભ થાય છે. તેના ઉપયોગથી ચહેરાની સાથે વાળને પણ અઢળક લાભ થાય છે. તે ઓઇલનો ઉપયોગ દરેક બ્યુટી પ્રોડક્ટ્સને બનાવવામાં કરવામાં આવે છે આજે અમે તમારી સાથે શેર કરવા જઇ રહ્યા છીએ તેના ફાયદા અંગે જેના ઘણા લાભ છે.

સ્કિન ઇરિટેશન

કોઇ જીવડું કે નાની-મોટી ઇજા વગેરેને કારણે જ્યારે ત્વચાને નુકસાન પહોંચે છે તો એવામાં કૈલેંડુલાના ફુલોની પેસ્ટ લગાવી શકાય છે. તેનાથી ત્વચાની બળતરા ઓછી થાય છે. આજ રીતે કૈલેન્ડુલા ક્રીમ કે ઇસેંશિયલ ઓઇલનો પણ સ્કિન ઇરિટેશનને ઓછું કરે છે.

ડ્રાય સ્કિન

સ્કિનની ડ્રાયનેસને ઓછી કરવા માટે કૈલેન્ડુલા ઓઇલ અને કૈલેન્ડુલાના ફુલની પેસ્ટ પણ લગાવી શકોછો. કારણકે તે ત્વચાની ડ્રાયનેસને ઓછી કરે છે. તે એક કુદકતી મોઇશ્ચરાઇજર છે. જે ઠંડીની ઋતુમાં વધારે ડ્રાયનેસથી પરેશાન સ્કિનથી રાહત અપાવે છે. કૈલેન્ડુલા ઓઇલ તમારી ત્વચાને નરમ અને મોઇશ્ચરાઇજડ રાખે છે.

ખીલ

ખીલની સમસ્યાથી રાહત મેળવવા માટે કૈલેન્ડુલા ફુલ ઉપયોગી છે. તેમા રહેલા તત્વ પોર્સને બ્લોક થવાથી રોકે છે. કેલેન્ડુલ એસેન્શિયલ ઓઇલ સ્કિન કેર પ્રોડક્ટ્સ ખીલ માટે બેસ્ટ માનવામાં આવે છે. તેને લગાવવાથી ત્વચામાં આવતી ખંજવાળ અને ઇરિટેશન પણ ઓછી થાય છે.

આ પણ જુઓ :ખોટા આદિવાસી પ્રમાણપત્રના વિરોધમાં નવસારીમાં વિશાળ રેલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન