કોઇ અપ્સરાથી કમ નથી માઇકલ જેક્સનની પુત્રી પેરિસ જેક્સન - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કોઇ અપ્સરાથી કમ નથી માઇકલ જેક્સનની પુત્રી પેરિસ જેક્સન

કોઇ અપ્સરાથી કમ નથી માઇકલ જેક્સનની પુત્રી પેરિસ જેક્સન

 | 12:51 am IST

ડાન્સનો જાદુગર ગણાતો માઇકલ જેક્સનની ૨૯ ઓગષ્ટે ૬૦મી પુણ્યતિથિ હતી. ૨૦૦૯માં ૫૧ વર્ષની ઉંમરે તેમની મૃત્યુ થઇ હતી. અહીંયા આપણે વાત કરીએ છીએ માઇકલ જેક્સની બીજી પત્નીથી થનાર તેની પુત્રી પેરિસ માઇકલ કેથરીન જેક્સનની જેણે ત્રણવાર આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. માઇકલ જેક્સને બે લગ્ન કર્યા હતા. તેણે પહેલા લગ્ન ૧૯૯૪માં લીસા મેરી પ્રેસ્લે સાથે કર્યા હતા. જે બે વર્ષ સુધી રહ્યા હતા. ત્યારબાદ ૧૯૯૬માં ડેબ્બી રો સાથે બીજા લગ્ન કર્યા હતા. જે ત્રણ વર્ષ રહ્યા હતા અને તેનાથી તેને એક બાળકી પણ હતી જેનું નામ પેરિસ જેક્સન છે. પેરિસ એક અમેરિકન ગાયિકા, અભિનેત્રી, સામાજિક કાર્યકર્તા અને એક મોડલ છે. ચૌદ વર્ષની ઉંમરમાં તે યૌન શોષણનો શિકાર બની હતી. પેરિસને આ ઘટના સહન ન થતા તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આમ સતત ત્રણવાર આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને ઉટાહના થેરાપેયૂટિક સ્કૂલમાં મોકલી દેવામાં આવી હતી. જ્યાં તે આ ઘટનાને ધીરેધીરે ભૂલવા લાગી હતી. માઇકલ જેક્સનની મૃત્યુ પછી પેરિસના ગોડફધર માર્ક લેસ્ટરે એક ઇન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે, ૧૯૯૬માં તેણે માઇકલ જેક્સનને પોતાનું સ્પર્મ ડોનેટ કર્યું હતું. જેના પરિણામસ્વરૂપે પેરિસનો જન્મ થયો હતો. પેરિસના જન્મબાદ તે તેનું બાયોલોજીકલ બાળક છે કે નહીં તે જાણવા લેસ્ટરે પેટરનિટી ટેસ્ટ કરાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે બીજી બાજુ પેરિસની મા ડેબ્બીએ તેને અપનાવાથી ઇન્કાર કર્યો હતો. કારણ કે પેરિસ કૃત્રિમ ગર્ભધાનથી જન્મી હતી.