No Bilateral Talks With India Till Untill Curfew Not Is Lifted From J&K
  • Home
  • Featured
  • પાકિસ્તાનની પૂંછડી વાંકી તે વાંકી જ, ઈમરાન ખાને ભારતને લઈને ચલાવ્યું હળહળતુ જુઠ્ઠાણું

પાકિસ્તાનની પૂંછડી વાંકી તે વાંકી જ, ઈમરાન ખાને ભારતને લઈને ચલાવ્યું હળહળતુ જુઠ્ઠાણું

 | 7:21 pm IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કાશ્મીરને લઈને દુનિયાભરમાંથી એક પછી એક તમાચો ખાધા બાદ પણ તેમની શાન ઠેકાણે નથી આવી રહી. ભારત સાથે વ્યાપાર બંધ કરવાના નિર્ણયને લઈને પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકી છે તેમ છતાંયે પોતાની વાંકી પૂંછડી સીધી કરવાના બદલે વધારે ને વધારે અવળચંડાઈ પર ઉતરી આવ્યા છે.

અત્યાર સુધી કાશ્મીર મામલે અનેક હંબક ચલાવ્યા બાદ પણ સદંતર નિષ્ફળ ગયેલા ઈમરાન ખાન હવે હળહળતા જુઠ્ઠાણાં પર ઉતરી આવ્યા છે. ઈમરાન ખાન હજી પણ કાશ્મીરમાં કરફ્યૂ હોવાની જ પીપુડી વગાડી રહ્યાં છે. તેમણે ભારત સાથે દ્વિપક્ષીત વાતચીતની શક્યતા ફગાવી દીધી છે. ઈમરાન ખાને કહ્યું છે કે, કાશ્મીરમાં જ્યાં સુધી કરફ્યૂ ના ઉઠે ત્યાં સુધી ભારત સાથે દ્વિપક્ષીય વાતચીત નહીં કરવામાં આવે.

જોકે, હકીકત એ છે કે હવે જમ્મુ-કાશ્મીરના કોઈ પણ ભૂભાગમાં કરફ્યૂ છે જ નહીં. ત્યા આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં બહુ જ ઓછા સમય કરફ્યૂ હતો. જેને થોડા જ સમયમાં હટાવી લેવામાં આવ્યો હતો. હાલ માત્ર 8 જ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવેલી છે જેને કરફ્યુ કહી ના શકાય.

ખુદ ભારતના ગૃહમંત્રી અમિત શાહે આ મામલે ખુલાસો કરતા કહ્યું છે કે, કાશ્મીરમાં અમુક જગ્યાએ જ માત્ર કલમ 144 લગાવવામાં આવેલી છે. જ્યારે રહી વાત ઈન્ટરનેટની તો દેશભરમાં ઈન્ટરનેટ આવ્યાને માત્ર 16 જ વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં આ સેવા શરૂ થઈ ગઈ હતી. જ્યારે આખા દેશમાં ઈન્ટરનેટ સેવા પહોંચવામાં 17 વર્ષ લાગી ગયા હતાં. માટે જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ, મોબાઈલ પર પ્રતિબંધને લઈને કરવામાં આવી રહેલી દલીલોમાં કોઈ દમ નથી.

જ્યારે ઈમરાન ખાને હવે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. ઈમરાન ખાને દુનિયાભરમાં પાકિસ્તાનની કાશ્મીર મામલે ફજેતી કરાવ્યા બાદ પણ ભારત વિરૂદ્ધ પ્રોપેગંડા ફેલાવવાનું યથાવત રાખ્યું છે. કાશ્મીર મામલે ભારત સાથે કોઈ જ વાતચીત નહીં કરવામાં આવે તેવા પોતાના સદાબહાર મિત્ર ચીનના નિવેદનના ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાંથી કરફ્યૂ નહીં હટાવવામાં આવે ત્યાં સુધી ભારત સાથે કોઈ જ વાતચીત નહીં કરવામાં આવે. જોકે ભારત પણ આતંકવાદ અને વાતચીત એક સાથે ના થઈ શકે તેમ સ્પષ્ટ કહીને પાકિસ્તાનની વાતચીતના પ્રસ્તાવને અનેકવાર ફગાવી ચુક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન