સીરિયા માટે એમેરિકાના મિશનમાં કોઇ ફેરફાર નહિ આવે - વ્હાઇટ હાઉસ - Sandesh
NIFTY 11,389.45 +2.35  |  SENSEX 37,665.80 +-26.09  |  USD 68.6800 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • સીરિયા માટે એમેરિકાના મિશનમાં કોઇ ફેરફાર નહિ આવે – વ્હાઇટ હાઉસ

સીરિયા માટે એમેરિકાના મિશનમાં કોઇ ફેરફાર નહિ આવે – વ્હાઇટ હાઉસ

 | 3:24 pm IST

વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે સીરિયામાં અમેરિકાના મિશનમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહી. અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જલદી જ પોતાના સુરક્ષા દળોને પરત બોલાવવા માંગે છે.
અમેરિકાના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે જણાવ્યુ કે અમેરિકાના મિશનમાં કોઇ પરિવર્તન થયું નથી, રાષ્ટ્રપતિ વાતને સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જલદી જ અમેરિકી દળ પરત આવી જશે.
ફ્રાન્સના રાષ્ટ્રપિત એમેનુએલ મેક્રોએ ટ્રંપને સીરિયામાં લાંબા સમય સુધી રહેવા માટે મનાવી લીધાની વાત કરતાના કેટલાક કલાકો પછી સારાએ આ જાહેરાત કરી હતી.

સારાએ જણાવ્યુ છે કે અમે આઇએસઆઇએસનો ખાત્મો અને તેમને પરત આવતા રોકવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે આ સંબંધમાં અમારા ક્ષેત્રીય સહયોગિયો અને ભાગીદારોથી ક્ષેત્રની રક્ષા માટે સૈન્ય અને આર્થિક બન્ને પક્ષોની જવાબદારી લેવાની આશા રાખીએ છીએ.