No Coalition With Congress Party In Up We Are Capable Of Winning Lok Sabha Elections : Mayawati
  • Home
  • Election 2019
  • 7 બેઠકોની ‘દરિયાદિલી’ પર માયાવતી રાતાપીળા, કોંગ્રેસને બરાબરની ઝાટકી

7 બેઠકોની ‘દરિયાદિલી’ પર માયાવતી રાતાપીળા, કોંગ્રેસને બરાબરની ઝાટકી

 | 1:40 pm IST

લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો એકબીજા પર વારપલટવાર શરૂ કરી દીધા છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન દ્વારા કોંગ્રેસ વિરૂદ્ધ બે બેઠકો પર ઉમેદવારો ના ઉતારવાના નિર્ણયના જવાબમાં કોંગ્રેસે રાજ્યની 7 બેઠકો પર ઉમેરવારો જાહેર ના કરવાની જાહેરાત કરી છે. જોકે બસપા અધ્યક્ષા માયાવતીએ કોંગ્રેસની આ ‘દરિયાદિલી’ પર કોઈ ભાવ ના આપતા કહ્યું છે કે, કોંગ્રેસ 7 બેઠકો ફેલાવીને ભ્રમ ના ફેલાવે અને તે રાજ્યની તમામે તમામ 80 બેઠકો પરથી પોતાના ઉમેરવારો ઉતારવા માટે સ્વતંત્ર છે.

માયાવતીની સ્પષ્ટ વાત, ક્યાંય ગઠબંધન નહીં

માયાવતીએ સ્પષ્ટ કહી દીધું છે કે, બસપા કોંગ્રેસ સાથે કોઈ જ ગઠબંધન નહીં કરે. સમાજવાદી પાર્ટી સાથે તેમનું ગઠબંધન રાજ્યમાં ભાજપને પરાજીત કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. બસપા અધ્યક્ષે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ સ્વતંત્ર છે કે રાજ્યની તમામે તમામ 80 બેઠકો પરથી પોતાના ઉમેરવાર એકલાહાથે ઉભા રાખી શકે છે. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પરાણે ગઠબંધન માટે 7 બેઠકો છોડીને ભ્રમ ના ફેલાવે.

કોંગ્રેસે ખેલ્યો દાવ

કોંગ્રેસે આ બેઠકો પર મેદાનમાં ઉતરવાના બદલે મહાગઠબંધનને એક પ્રકારે વોકઓવર આપવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે સપા-બસપા અને આરએલડી માટે 7 બેઠકો પરથી ઉમેદવાર ના ઉતારવાની જાહેરાત કરી છે. હાલ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી 4 દિવસ માટે પ્રદેશના પ્રવાસે છે તે દરમિયાન જ રાજ બબ્બરે મહાગઠબંધન પ્રત્યે કોંગ્રેસ પાર્ટીના સમ્માનની વાત કહી મોટા સંકેત આપવાના પ્રયાસ કર્યા હતાં.

માયાવતી બાદ અખિલેશનું મહત્વપૂર્ણ નિવેદન

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે માયાવતીની ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું છે કે – ઉત્તર પ્રદેશમાં સપા-બસપા-એલઆરડીનું ગઠબંધન ભાજપને હરાવવા માતે સક્ષમ છે. કોંગ્રેસ પાર્ટી કોઈ પણ પ્રકારનું કન્ફ્યૂઝન ઉભું ના કરે. માયાવતી બાદ અખિલેશ યાદવનું આ નિવેદન ખુબ જ મહત્વનું માનવામાં આવે છે.

કોંગ્રેસે રવિવારે 7 બેઠકો પર ઉમેદવાર ના ઉતારવાની જાહેરાત કરી હતી

રાજ બબ્બરે કહ્યું હતું કે, ફાસીવાદી શક્તિઓને હરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ 7 બેઠકો પર પોતાના ઉમેદવારો ના ઉતારવાનો નિર્ણય લીધો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, અમે સપા-બસપા અને આરએલડી માટે બેઠકો ખાલી છૉડી રહ્યાં છીએ. આ બેઠકોમાં મેનપુરી, કન્નૌજ, ફિરોઝાબાદ ઉપરાંત એ બેઠકો છે જે માયાવતી, આરએલડીના નેતા જયંતજી અને અજીત સિંહ ચૂંટણી લડશે. આ ઉપરાંત અમે ગોંડા અને પીલીભીત બેઠક પરથી પણ અમારા ઉમેદવારો નહીં ઉતારીયે. અહીંથી અમારી સહયોગી અપના દળના ઉમેદવારો ચૂંટણી લડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન