મોદી સરકાર વિરૂધ્ધ પહેલાં અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી, NDA માં ભંગાણ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મોદી સરકાર વિરૂધ્ધ પહેલાં અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી, NDA માં ભંગાણ

મોદી સરકાર વિરૂધ્ધ પહેલાં અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી, NDA માં ભંગાણ

 | 7:11 pm IST

2019 આવવાં પહેલા કેન્દ્રમાં ભાજપ સરકારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહ્યું નથી. હજી સામાન્ય ચૂંટણીને 1 વર્ષથી વધુનો સમય બાકી છે ત્યાં મોદી સરકારને માટે મોટી તકલીફ આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં સંસદના બંને ગૃહમાં સરકાર પર વિપક્ષ તરફથી હુમલો કરવમાં આવી રહ્યો છે ત્યારે તેના સહયોગી પક્ષના પણ લક્ષણ કંઈ સારા નથી તેમ લાગી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે મોદી સરકાર સામે સંસદમાં પ્રથમ અશ્વિવાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે.

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાથી અગાઉ ટીડીપી પછી હવે વાયએસઆર કોંગ્રે પાર્ટી પણ સરકારના વિરૂધ્ધ પોતાનો અશ્વિવાસ લાવવા માટે એકમત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.તેમના પક્ષના 6 સાંસદોએ શુક્રવારે લોકસભા મહાસચિવને પ્રસ્તાવ માટે નોટિસ મોકલી આપી છે.

જગન મોહન રેડ્ડીનો પક્ષ તેના માટે અન્ય વિપક્ષ પાર્ટીઓનું પણ સમર્થન કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પાર્ટીના સાંસદ જગન તરફથી લખવમાં આવેલ પત્રને સસંદના અન્ય વિપક્ષી સાંસદો પાસે લઈ જઈ રહ્યા છે અને તેમનો સહકાર માંગી રહ્યા છે. સંસદમાં આ પ્રસ્તાવ રજુ કરવા માટે હાલ ઓછામાં ઓછા 50 સાંસદોના સમર્થનની જરૂર છે. જેના માટે હાલ પ્રયત્ન ચાલી રહ્યા છે.

આ તરફ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે ટીડીપી સતત પ્રયત્ન કરી રહી છે. ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ પણ આ પ્રસ્તાવને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. વિધાનસભામાં નાયડૂએ કહ્યું કે, જો જરૂરત લાગશે તો ટીડીપી કેન્દ્ર સરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન પણ આપશે. જેના મામલે નાયડૂએ હૈદરાબાદમાં એક બેઠક પણ કરી છે. આ તરફ ટીઆરએસ પણ પોતાના રાજ્ય માટે વિશેષ રાજ્યનો દરજ્જો માંગી રહી છે.

લોકસભામાં શુક્રવારે આ પ્રસ્તાવ રજુ થઈ શકે છે. તેના માટે વાયએસઆર કોંગ્રેસ તરફથી હાલમાં સંસદમાં વિવિધ પક્ષો જેવા કે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, ટીએમસી નેતા સૌગત રાય, સીપીએમ નેતા સીતારામ યેચુરી, તેમજ એનસીપી, આપ જેવા નેતાઓને પણ સમર્થન માટે અપીલ કરવામાં આવી છે.