No damage to the skin, How to remove holi color on skin
  • Home
  • Fashion & Beauty
  • નહીં થાય ત્વચાને કોઇ પણ જાતનું નુકસાન, હોળીના પાક્કા રંગને આ રીતે કરો દૂર

નહીં થાય ત્વચાને કોઇ પણ જાતનું નુકસાન, હોળીના પાક્કા રંગને આ રીતે કરો દૂર

 | 3:30 pm IST

હોળીનો તહેવાર હોય અને રંગ ન હોય એવું બની જ ન શકે પરંતુ કેમિકલ યુક્ત રંગ તમારી ત્વચાને નુક્શાન પહોંચાડી શકે છે. કેટલાક રંગતો એટલા પાકા હોય છે કે કેટલી કોશિશ કર્યા બાદ પણ 2-3 દિવસ સુધી સાફ થતા નથી. એવામાં આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવીશું જેનાથી તમે હોળીના પાક્કા રંગને સહેલાઇથી સાફ કરી શકો છો. જેનાથી તમારા ચહેરાને કોઇ નુક્શાન પણ નહીં થાય અને હોળીના રંગ સહેલાઇથી સાફ થઇ જશે. તો આવો જોઇએ હોળીના પાક્કા રંગને સાફ કેવી રીતે કરી શકાય.

ચણાનો લોટ

હોળીના પાક્કા રંગને સાફ કરવા માટે ચણાના લોટમાં લીંબુનો રસ મિક્સ કરો. તે બાદ તેને ત્વચા પર બરાબર રગડો અને ત્વચાને નવશેકા પાણીથી સાફ કરો. આમ કરવાથી પાક્કો રંગ મિનિટોમાં સાફ થઇ જશે.

કાકડીનો રસ

કાકડીનો રસ નીકાળ્યા બાદ તેમા 1 ચમચી ગુલાબજળ અમે વિનેગર મિક્સ કરો. તે બાદ ત્વચા પર સ્ક્રબ કરી નવશેકા પાણીથી સાફ કરી લો. તેનાથી બે વખત ચહેરો સાફ કરવા પર રંગ નીકળી જશે.

મુલતાની માટી

મુલતાની માટીમાં ગ્લિસરીન અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવી લો. 15 મિનિટ બાદ ચહેરાને નવશેકા પાણીથી ધોઇ લો. આ પેસ્ટ તમારા ચહેરા પરના પાક્કા રંગને સાફ કરવાની સાથે ત્વચાને મુલાયમ બનાવે છે.

દૂધ અને તેલ

બે ચમચી તેલ અને દૂધને મિક્સ કર્યા બાદ તેમા 1 ચમચી નારિયેળ તેલ અને ચપટી હળદર મિક્સ કરો. તેને હળવા હાથથી ચહેરા પર મસાજ કરો. 15 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો. તે કોઇપણ નુક્સાન વગર ચહેરા પરથી રંગને સાફ કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન