No donations are being raised through donations for construction of Ram temple in Ayodhya: VHP
  • Home
  • India
  • અયોધ્યામાં રામમંદિર નિર્માણના દાનને લઇ વિશ્વ હિંદુ પરિષદનો ખુલાસો

અયોધ્યામાં રામમંદિર નિર્માણના દાનને લઇ વિશ્વ હિંદુ પરિષદનો ખુલાસો

 | 8:05 pm IST

વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)એ રવિવારે નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે કોઇપણ પ્રકારનો ફાળો એકત્ર નથી થઇ રહ્યો. વિહિપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી મિલિન્દ પરાંડેએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ કે પછી શ્રીરામ જન્મભૂમિ ન્યાસ દ્વારા 1989 પછી સાર્વજનિક ધોરણે કોઇ ફાળો એકત્ર નથી થયો કે તે માટે આહવાન પણ નથી કરવામાં આવ્યું.

વિહિપ પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યા મુજબ તેમને શંકા છે કે વિશ્વ હિંદુ પરિષદને નામે ગેરકાયદે ફાળો ઉઘરાવાઇ શકે છે. વિહિપએ લોકોને સાવધાન કરવા આ નિવેદન આપ્યું છે કે જેથી લોકો સાવધાન રહે.

ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિર નિર્માણ કરવાનો અધિકાર હિંદુ પક્ષને આપી દીધો હતો. તે સાથે જ મંદિર નિર્માણ સંબંધી નિર્ણયો લેવા એક ટ્રસ્ટની રચના કરવા પણ કેન્દ્ર સરકારને સૂચના આપી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં અયોધ્યાની 2.77 વિવાદિત જમીન પર રામલલ્લા બિરાજમાનને મંદિર નિર્માણ માટે સોંપી છે. તે સાથે જ એવી સૂચના પણ આપી છે કે મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટની રચના કરે અને તેમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે. તે ઉપરાંત સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન ફાળવવા સરકારને આદેશ કર્યા હતા.

વડા પ્રધાન મોદી કરે રામમંદિરનો શિલાન્યાસ

યોગ ગુરુ બાબા રામદેવે શનિવારે બેંગ્લુરૂ ખાતે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામનવમીના દિવસે અયોધ્યામાં રામમંદિર નિર્માણનો શિલાન્યાસ કરવો જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે રામમંદિર વૈદિક સંસ્કૃતિ દર્શાવનારું હોવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન