લાગણીને નામ ન આપો - Sandesh

લાગણીને નામ ન આપો

 | 1:02 am IST

સૂક્ષ્મ સત્ય :- જે. કૃષ્ણમૂર્તિ

લાગણીને નામ ન આપો તો શું થાય છે? તમે તે ભાવનાને જુઓ છો, તમે લાગણીને, તે સંવેદનાને વધારે- સીધેસીધી જુઓ છો, અને તેથી તેની સાથે તદ્દન જુદો જ સંબંધ સ્થપાય છે. જે રીતે તમે ફૂલને નામ આપ્યા વગર જુઓ ત્યારે સ્થપાય છે. ત્યારે તમે તેને એક નવી જ દ્રષ્ટિએ જોવા માટે બાધ્ય બનો છો. જ્યારે તમે લોકોના કોઇ સમૂહને નામ નથી આપતા ત્યારે તમારે દરેક વ્યક્તિના ચહેરાને સમૂહના એક ભાગ તરીકે વ્યક્તિગતપણે જોવો જ પડે છે. તેથી તમે ઘણા વધારે સાવધ બનો છો, ઘણું વધારે નિરીક્ષણ કરતા થાઓ છો, વધારે સમજતા રહો છો, તમારા મનમાં દયાની અને પ્રેમની ભાવના વધારે ગહન હોય છે, પરંતુ જો તમે તે બધાને એક સમૂહ તરીકે જ જુઓ તો આ બધી વાત ત્યાં જ પૂરી થઇ જાય છે.

જો તમે લાગણીને કોઇ લેબલ ન લગાવો તો તમારે લાગણી જેવી ઉદ્દભવે કે તરત જ તેના ઉપર ધ્યાન આપવું પડે છે. જ્યારે તમે લેબલ લગાવો છો, ત્યારે શું લાગણી એ લેબલથી અલગ હોય છે ? કે પછી તે લેબલથી એવી લાગણી ઉદ્દભવે છે ?…

જો હું લાગણીને કોઇ નામ ન આપું, એટલે એમ કહો કે જો વિચાર માત્ર શબ્દોને કારણે સક્રિય ન બનતો હોય અથવા જો હું શબ્દો કે પ્રતિકોના સંદર્ભમાં ન વિચારતો હોઉં, કે જે આપણામાંના મોટાભાગના લોકો કરે છે- ત્યારે શું થાય છે ? ચોક્કસપણે, ત્યારે મન માત્ર નિરીક્ષક નહીં હોય. જ્યારે મન શબ્દોમાં, પ્રતિકોમાં, પ્રતિમામાં વિચારતું ન હોય ત્યારે ત્યાં વિચારથી અલગ એટલે કે શબ્દોથી અલગ એવો કોઇ વિચારક નથી હોતો. ત્યાં મન શાંત હોય છે. શું નથી હોતું ? – તેને શાંત બનાવવામાં આવ્યું હોય તેમ નહીં, તે શાંત હોય જ છે. જ્યારે મન ખરેખર શાંત હોય ત્યારે જે લાગણી ઉદ્દભવે તેના વિષે તરત જ યોગ્ય પગલાં ભરી શકાય. એવું તો ત્યારે જ બને કે જ્યારે આપણે લાગણીને નામ આપીએ અને તે લાગણીને સાતત્ય મળે આથી તેને મજબૂત કરીએ છીએ, તેને મજબૂત કરીએ છીએ, તેને કેન્દ્રમાં સંગ્રહ કરવામાં આવે છે કે જ્યાંથી તેને વધારે સબળ બનાવવા, માટે અથવા તેને દર્શાવવા માટે નવાં લેબલ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન