આધાર રજીસ્ટ્રેશન અને અપડેટ કરાવવાનું બાકી છે? તો વાંચો આટલું - Sandesh
  • Home
  • India
  • આધાર રજીસ્ટ્રેશન અને અપડેટ કરાવવાનું બાકી છે? તો વાંચો આટલું

આધાર રજીસ્ટ્રેશન અને અપડેટ કરાવવાનું બાકી છે? તો વાંચો આટલું

 | 6:45 pm IST

બેંક અને ટેલિકોમ કંપનીઓ તરફથી 31 માર્ચ 2018 સુધીમાં આધાર લિંક કરવાની સૂચના આપતા અનેક ફોન આવે છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જો 31 માર્ચ 2018 સુધીમાં આધાર રજીસ્ટ્રેશન ન કરવામાં આવ્યું તો તમારી સેવાઓ ઠપ્પ થઈ જશે. જણાવેલી તારીખ પછી આધાર રજીસ્ટ્રેશન થઈ શકશે નહીં તે પ્રકારના પણ અનેક મેસેજ ફરે છે. પરંતુ આધાર લિંક કરાવવાની અંતિમ તારીખને લઈને UIDAIએ ખુલાસો કર્યો છે.

આધાર પુરા પાડનારી સંસ્થા યૂનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના દાવાઓ ભ્રામક અને તદ્દન ખોટા છે. આધાર રજિસ્ટ્રેશન અને તેને અપડેટ કરાવવાની કોઈ જ અંતિમ સમયમર્યાદા નથી. લોકો પોતાની સુવિધા અનુસાર ક્યારે પણ નજીકના આધાર કેન્દ્રમાં જઈને આધાર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

લોકો ગમે ઈચ્છે ત્યારે આધારમાં આપવામાં આવેલી જાણકારી અપડેટ કરાવી શકે છે. જેમ કે, જો તમે 2 વર્ષ પહેલા તમારૂ આધાર કાર્ડ બનાવ્યું હોય અને હવે તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે તો તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો.

આમ તમામ પ્રકારની સુવિધા સાથે આધાર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું નહિંતર સેવાઓ બંધ થઈ જશે તે પ્રકારના ફોન લોક્સ કે મેસેજથી ડરવાની જરૂર નથી. આ તમામ ફોન કોલ્સ અને મેસેજ અફવા માત્ર છે.