ના જાને કહાં સે આઈ થી... - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS

ના જાને કહાં સે આઈ થી…

 | 3:55 am IST

શ્રી દેવી પોતાના પતિ અને બાળકો સાથે તથા અન્ય અનેક ફિલ્મ કલાકારો સાથે દુબઈમાં એક વિખ્યાત પરિવારના લગ્ન-પ્રસંગમાં હાજરી આપવા ગઈ હતી.

બધા પાછા આવ્યા પણ શ્રીદેવી રોકાઈ ગઈ

લગ્ન સમારંભ પછી બધા કલાકારો પાછા આવી ગયા, પરંતુ શ્રીદેવી પોતાની બહેન શ્રીલતાને મળવા અને કેટલુંક શોપિંગ કરવા રોકાઈ હતી. તે રાસ અલ ખૈમા ખાતે ફાઈવસ્ટાર હોટલમાં રોકાઈ હતી. તેને સરપ્રાઈઝ આપવા માટે પતિ બોની કપૂર દુબઈ પાછો ફર્યો હતો. ૨૪ ફેબ્રુઆરીની મધરાત પછી શ્રીદેવી બાથરૂમમાં ચક્કર આવવાથી પડી ગઈ. પરંતુ ફોરેસિક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે, કે આલ્કોહોલના સેવનના કારણે બાથરૂમમાં ભરેલા બાથટબમાં ડુબેલી હોવાના કારણે તેનું મૃત્યુ થયું, પરંતુ અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું કે, બાથરૂમમાં ચક્કર આવ્યા અને તેને તરત હોસ્પિટલ લઈ જવાઈ અને ડોક્ટરોએ નિદાન કર્યું કે કાર્ડિયાક એરેસ્ટ થવાથી અવસાન થયું છે. કાર્ડિયાક એરેસ્ટ એટલે કે કોઈક કારણસર હૃદયના સ્નાયુઓને ધબકતા રાખવા માટે મળતા વીજતરંગ બંધ થઈ જવા. શ્રીદેવીને હૃદયની કોઈ તકલીફ નહોતી. છતાં અચાનક આવું કેમ થયું એ લાંબી તપાસનો વિષય બની રહેશે. એક અનુમાન એવું છે કે શ્રીદેવી પોતાની બીજી ઈનિંગની સફળતા ટકાવી રાખવા માટે વજન ઓછું કરવાની દવાઓ લેતી હતી. એની આડઅસર રૂપે આમ થઈ શકે.

જુરાસિક પાર્કની ઓફર નકારી દીધી હતી

શ્રીદેવી પાંચ દાયકાથી સિનેજગતમાં કામ કરી રહી હતી. હિન્દી સિનેજગતમાં એક પછી એક ડઝનબંધ હિટ અને સુપરહિટ ફિલ્મો આપીને એ ટોચની અભિનેત્રી બની ગઈ હતી. એ દિવસોમાં હોલિવૂડના દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગે શ્રીદેવીને પોતાની ફિલ્મ જુરાસિક પાર્કમાં ભૂમિકા ઓફર કરી હતી. પરંતુ કેટલાંક કારણોસર શ્રીદેવીએ એ ભૂમિકા કરવાની ના પાડી દીધી હતી. નહીંતર આપણને જુરાસિક પાર્કમાં શ્રીદેવી જોવા મળી હોત.

બાઝીગરમાં દિગ્દર્શકે ન લીધી

શ્રીદેવીને શાહરૂખ ખાનને ખૂબ વિખ્યાત બનાવનાર ફિલ્મ બાઝીગરમાં ડબલ રોલ ઓફર કરવામાં આવ્યો હતો. આપણને ફિલ્મમાં શિલ્પા શેટ્ટી અને કાજોલ જોવા મળ્યા છે. મૂળ પ્લોટ એવો હતો કે શ્રીદેવી બે બહેનોનો ડબલ રોલ કરે અને શાહરૂખ એક બહેનની હત્યા કર્યા પછી બીજી બહેનને પ્રેમજાળમાં ફસાવે. પછીથી ફિલ્મસર્જકને એમ લાગ્યું કે શ્રીદેવી એટલી લોકપ્રિય અભિનેત્રી છે કે જો શાહરૂખ ખાનને પડદા પર એની હત્યા કરતો બતાવવામાં આવશે તો લોકો સહન નહીં કરી શકે. શાહરૂખ ખાનના પાત્રને અન્યાય થઈ જશે. એટલે શ્રીદેવીને ડબલ રોલ આપવાનો આઈડિયા પડતો મૂકવામાં આવ્યો.

શ્રી દેવીની યાદગાર ફિલ્મો..

ઈંગ્લીશ – વિંગ્લીશ (૨૦૧૨) : આ ફિલ્મ પહેલા લેવા પાછળ એક જ કારણ છે કે તેણે આ ફિલ્મથી કમબેક કયંર્ુ હતું. તેમજ તેની છાપ હજુ પણ લોકો પર રહી છે. હાલના સમયગાળામાં જો તેને કોઇ એક ફિલ્મનું નામ લેવામાં આવે તો તે ઈંગ્લીશ-વિગ્લીશ હોય શકે છે. આ ફિલ્મમાં તે તેણે એક ગૃહિણી શશી ગોડબોલેની ભૂમિકા ભજવી હતી કે જેના તેના ઘરમાં ઈંગ્લીશ ના બોલી શકવાને કારણે મજાકપાત્ર બનતી હતી. ત્યારે તેને અનુભવ થાય છે કે ઈંગ્લીશ બોલી શકનાર વ્યક્તિ કરતાં કંઇક અલગ છે.

મિ. ઇન્ડિયા ( ૧૮૮૭) : આ ફિલ્મ બીજી અન્ય દંતકથા પર આધારિત ફિલ્મની હરોળમાં આવી શકે એમ જ છે. જેમાં તેણે રિપોર્ટર સિમાનું પાત્ર ભજવ્યું હતું. અરુણ વર્મા મિ.ઇન્ડિયા. કે જે કિંગપિંગ મોગેમ્બોને એક વિનાશક અકસ્માતમાં હરાવી દે છે. આ એક ક્લાસિક સુપરહીરો ફિલ્મ હતી.

સદમા (૧૯૮૩): સદમા ફિલ્મએ જૂની વાઇન જેવી ફિલ્મ છે કે જે સમય જતાં સારી બનતી જાય છે. આ ફિલ્મે તે સમયે બોક્સઓફિસ પર કોઇ જ રેકોર્ડ સર્જી શકી નહીં, પણ આ ફિલ્મની ગણતરી તેણે કરેલી સારી ફિલ્મોમાં થાય છે. આ હિન્દી ફિલ્મોમાં હૃદર્યસ્પર્શી ફિલ્મોમાં સદમા ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મની વાર્તા  નેહાલતાની આજુબાજુ જ ફરતી હોય છે કે જે એક અકસ્માતમાં પોતાની સ્મૃતિને ગુમાવી ચૂકી છે.

ચાલબાઝ (૧૯૮૯) : આ ફિલ્મ હેમા માલિનીની ફિલ્મ સીતા ઔર ગીતાની રિમેક હતી. ઓરિજિનલ ફિલ્મ મનોરંજક અને ખૂબ જ યાદગાર ફિલ્મ હતી. ફક્ત શ્રીદેવી જ હેમા માલિનીના એ જાદુને ફરીથી સર્જી શકે તેમ હતી અને તેને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તે કરી બતાવ્યું હતું.

ચાંદની (૧૯૮૯) : યશ ચોપડાની શ્રેષ્ઠ  ફિલ્મોમાંથી એક. ચાંદનીએ શ્રીદેવીની યાદગાર ફિલ્મમાંથી એક ફિલ્મ છે. તેમજ આ ફિલ્મ તે વર્ષની હિટ ફિલ્મ હતી. તેમજ તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મનંુ ગીત “મેરે હાથો મંે નો નો ચુડિયા હૈ..” આજે પણ લગ્નમાં સાંભળવા મળે છે. આ ફિલ્મથી જ શ્રીદેવી તે સમયની ટોપ હીરોઇનની હરોળમાં આવી ગઇ હતી.