રાહુલ ગાંધીએ ગુજરાતની મહિલાઓ વિષે મોદીને કર્યો આવો સવાલ, જાણીને થશે આશ્ચર્ય - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાહુલ ગાંધીએ ગુજરાતની મહિલાઓ વિષે મોદીને કર્યો આવો સવાલ, જાણીને થશે આશ્ચર્ય

રાહુલ ગાંધીએ ગુજરાતની મહિલાઓ વિષે મોદીને કર્યો આવો સવાલ, જાણીને થશે આશ્ચર્ય

 | 10:09 pm IST

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, ચૂંટણી હારવાના ડરથી રૂપાણીજી લાઠીનો સહારો લઈ રહ્યા છે અને હિંસા આચરી રહ્યા છે. ભય અને ભ્રષ્ટાચારના દોરનો જોરદાર સામનો કરી રહેલા અમારા રાજકોટના ઉમેદવારો ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મિતુલ દોંગા અને સાંસદ રાજીવ સાતવ પર શનિવારે ગુજરાત પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેની રાહુલ ગાંધીએ આકરી ટીકા કરી હતી. ડર અને ભયને કારણે હિંસાનો જન્મ થાય છે. રૂપાણીજીનાં દિલમાં ચૂંટણી હારવાનો ડર છે તેથી તેઓ હવે લાઠીનો સહારો લઈ રહ્યા છે.

ગુજરાતનાં રાજકોટમાં બેનર્સ લગાવવાના મામલે શનિવારે રાત્રે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી આ પછી કોંગ્રેસના રાજકોટ વેસ્ટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુને ઘર્ષણમાં ઈજા થઈ હતી. ભાજપના કાર્યકર દ્વારા દિવ્યનીલનાં માથામાં માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને મિતુલ દોંગા સહિત કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સીએમ રૂપાણીનાં ઘર બહાર ઘેરાવો કર્યો હતો અને રૂપાણી બહાર આવીને વાતચીત કરે તેવી માગણી કરી હતી. આ પછી સ્થિતિ બેકાબૂ બનતાં ટોળાને અંકુશમાં લેવા અર્ધ લશ્કરીદળના જવાનો અનેે પોલીસને બોલાવાઈ હતી અને લાઠીચાર્જ કરાયો હતો. પોલીસે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને દોંગા સહિત કેટલાક કાર્યકરોની ધરપકડ કરી હતી.

ગુજરાતમાં મહિલાઓને શિક્ષણ અને પોષણને બદલે શોષણ કેમ?

રાહુલ ગાંધીએ પીએમ મોદીને પાંચમો સવાલ પૂછયો હતો કે ગુજરાતમાં મહિલાઓની હાલત કેમ દયાજનક છે? મહિલાઓને શિક્ષણ અને પોષણને બદલે તેનું શોષણ કેમ કરાઈ રહ્યું છે? મહિલાઓની સુરક્ષા જોખમાઈ છે. આંગણવાડી અને આશાવર્કરોની સ્થિતિ દયાજનક છે. રાહુલે ૨૨ સાલ કા હિસાબ. ગુજરાત માગે જવાબ સિરિયલ હેઠળ પાંચમો પ્રશ્ન પૂછીને ટ્વિટ કર્યું હતું કે,

ન સુરક્ષા, ન શિક્ષા, ન પોષણ

મહિલાઓ કો મિલા તો સિર્ફ શોષણ

આંગણવાડી વર્કર ઔર આશા

સબકો દી સિર્ફ નિરાશા

ગુજરાત કી બહનો સે કિયા સિર્ફ વાદા,

પૂરા કરને કા કભી નહીં થા ઈરાદા.

રાહુલ ગાંધીએ અગાઉ પીએમ મોદીને મોંઘું શિક્ષણ, મોંઘી વીજળી, ઘર આપવાનું વચન અને નાણાકીય ગેરરીતિના સંદર્ભમાં પ્રશ્નો પૂછયા હતા.

રાહુલના સવાલ પર રાજનાથનો પલટવાર

રાહુલના સવાલ પર કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહે પલટવાર કર્યો હતો, તેમણે કહ્યું કે, મોદી સરકારે ગુજરાતમાં વિકાસ નથી કર્યો તેવો દાવો કરાય છે તો યુપીએની સરકાર અને રાજીવ ગાંધીની સંસ્થાએ પીએમ મોદીનું સન્માન શા માટે કર્યું હતું?