No Mass Promotion for Class 1 to 8: Gujarat Education Department
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શિક્ષણ વિભાગની મોટી સ્પષ્ટતા, ધો.1-8માં માસ પ્રમોશનની કોઈ વિચારણા નથી

શિક્ષણ વિભાગની મોટી સ્પષ્ટતા, ધો.1-8માં માસ પ્રમોશનની કોઈ વિચારણા નથી

 | 2:06 pm IST
  • Share

હાલ કોરોના કાળમાં સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે. તેવામાં રાજ્યમાં હાલ બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પણ બાળકોની પરીક્ષા અંગે હજુ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેવામાં બાળકોનાં વાલીઓને આશા હતી કે, સરકાર (Gujarat Government) આ વખતે બાળકોને માસ પ્રમોશન (Mass Promotion) આપશે. પણ શિક્ષણ વિભાગે (Gujarat Education Department) વાલીઓની આ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું.

વાલી મંડળે ધોરણ 1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ કરી હતી. પણ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, ધોરણ 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. આમ રાજ્ય સરકારે વાલી મંડળની માગને ફગાવી દીધી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવવા માટે પણ અપીલ કરી હતી.

આમ આજે રાજ્યના લાખો બાળકો માટે શિક્ષણના મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ શિક્ષણમંત્રી અને શાળા સંચાલકો વચ્ચેના વેબિનારમાં એ વાતનાં સંકેત મળ્યા હતા કે રાજ્યમાં દિવાળી બાદ ધોરણ 9-12નાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે. પણ ધોરણ 1-5ની શાળાઓ દિવાળી બાદમાં પણ ખોલવામાં નહીં આવે. અને હવે શિક્ષણ વિભાગ દ્વારા માસ પ્રમોશનને લઈ સ્પષ્ટતા કરવામાં આવી છે. હવે સરકારનાં આ નિર્ણયોની અસર ગુજરાતનાં લાખો બાળકો અને વિદ્યાર્થીઓ પર પડશે. હવે જોવાનું એ રહેશે કે, સરકાર સ્કૂલ ખોલવા અંગે અને પરીક્ષા અંગે શું જાહેરાત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન