'No need for helmet-seat belt in urban areas', says Rajkot bar association president of new traffic rules
  • Home
  • Featured
  • ‘શહેરી વિસ્તારમાં હેલ્મેટ-સીટ બેલ્ટની જરૂર નથી’, રાજકોટના બાર એસોસીએશનના પ્રમુખનો ધડાકો

‘શહેરી વિસ્તારમાં હેલ્મેટ-સીટ બેલ્ટની જરૂર નથી’, રાજકોટના બાર એસોસીએશનના પ્રમુખનો ધડાકો

 | 11:28 am IST

ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો આજથી અમલ થઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સહિત અનેક જગ્યાએ નવા ટ્રાફિકના નિયમને લઇને હોબાળાની સાથે વિરોધ, ગુસ્સો અને નારાજગી જોવા મળી છે.

ગુજરાતમાં સામાન્ય જનતા તો નવા મોટર વ્હિકલ એક્ટનો વિરોધ કરતી જોવા મળી રહી છે. પરંતુ હવે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખનો વિરોધ સામે આવ્યો છે. રાજકોટ બાર એસોસિએસનના પ્રમુખ આજે સાઇકલ લઇને કોર્ટમાં પોતાની ફરજ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેમનું નિવેદન ચોક્કસપણે સરકારના નવા કાયદા વિરુદ્ધ વિરોધાભાસી જણાઇ રહ્યું છે.

રાજકોટ બાર એસોસિએસનન પ્રમખ G.B. ત્રિવેદીએ આજે સાઇકલ લઇને કોર્ટમાં પહોંચીને જણાવ્યું હતું કે, મને હેલ્મેટ ન મળવાના કારણે આજે હું સાયકલ લઈને પહોંચ્યો છું. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવા લોકોએ અવનવા રસ્તા અપનાવ્યા છે. પરંતુ મારે તમને જણાવવું કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ અને સીટ બેલ્ટની જરૂર નથી. સરકારના કાયદામાં પણ શહેરી વિસ્તારમાં હેલ્મેટ અને સીટ બ્લેટ પહેરવું ફરજીયાત નથી, આ બે વસ્તુઓની જોગવાઇ નેશનલ હાઇવે પર છે.

રાજકોટ બાર એસોસિએસનન પ્રમખ G.B. ત્રિવેદીને જ્યારે કાયદામાં હેલ્મેટ અને સીટ બેલ્ટની જોગવાઇ નથી તો તમે સરકાર સામે લડશો, તો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, નવા કાયદા સામે SC સુધી લડવું ખર્ચાળ અને મુશ્કેલ છે.

તમને જણાવી દઇએ કે, ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો આજથી તા.16ના સોમવારથી અમલ થયો છે. પરંતુ આકરા દંડ સામે લોકોમાં વિરોધ, ગુસ્સો, નારાજગી હોવાના કારણે આજથી પોલીસ અને પ્રજા વચ્ચે ઠેર ઠેર ઘર્ષણ સર્જાવાની પૂરી શક્યતા છે.

આ પણ જુઓ વીડિયો: વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને મોટો ઝટકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન