વિદેશી નેતાઓની પ્રતિમાઓને ભારતમાં કોઈ સ્થાન નથી - Sandesh
  • Home
  • India
  • વિદેશી નેતાઓની પ્રતિમાઓને ભારતમાં કોઈ સ્થાન નથી

વિદેશી નેતાઓની પ્રતિમાઓને ભારતમાં કોઈ સ્થાન નથી

 | 7:47 pm IST

કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હંસરાજ આહિરે જણાવ્યું છે કે સરકાર કોઈ પણ પ્રકારની હિંસાને વખોડે છે, પરંતુ વિદેશ નેતાઓની પ્રતિમાઓને ભારતમાં કોઈ સ્થાન જ નથી.

ત્રિપુરામાં સોવિયેત યુનિયનના સ્થાપક લેનિની પ્રતિમા તોડી પાડવામાં આવી છે, તેવા સમયે જ હંસરાજ આ પ્રમાણેની ટકોર કરી છે. હંસરાજે જણાવ્યું હતું કે અમે દરેક પ્રકારની હિંસાને નિંદા કરીએ છીએ અને રાજ્ય સરકાર આ ઘટનામાં દ્રષ્ટિપાત કરે છે. આ સાથે હું સ્પષ્ટતા કરું છું કે ભારતમાં વિદેશી નેતાઓની પ્રતિઓની જરૂર જ નથી. આ દેશમાં મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, બી.આર. આંબેડકર, દીનદયાલ ઉપાધ્યાય અને રામ મનોહર લોહિયા જેવા અનેક મોટા આદર્શ પુરુષો છે.

હંસરાજ અગાઉ રાજ્યસભાના સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ ત્રિપુરામાં લેનિનની પ્રતિમા તોડા પાડવાને સમર્થન આપ્યું હતું. ત્રિપુરામાં ચૂંટણી પરિણામ જાહેર થયાના 48 કલાકમાં જ જેસીબી મશીન દ્વારા લેનિનની પ્રતિમા તોડી પાડવામાં આવી હતી.

દરમિયાન મોડેથી મળેલા અહેવાલ મુજબ દક્ષિણ ત્રિપુરાના સબરુમ મોટસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ લેનિનની પ્રતિમા ભોંય ભેગી કરી દેવાઈ છે.