કેનેડા PM ટ્રુડો સાથે 'બીજા ખોળાના' મહેમાન જેવું વર્તન? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ - Sandesh
NIFTY 11,052.60 +44.55  |  SENSEX 36,649.45 +129.49  |  USD 68.5500 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કેનેડા PM ટ્રુડો સાથે ‘બીજા ખોળાના’ મહેમાન જેવું વર્તન? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

કેનેડા PM ટ્રુડો સાથે ‘બીજા ખોળાના’ મહેમાન જેવું વર્તન? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

 | 9:16 am IST

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એક સપ્તાહ માટે ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે ભારત દ્વારા યોગ્ય સમ્માન મળ્યું નથી તેના પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી દીધી છે. 7 દિવસની ભારત મુલાકાતે આવેલા ટ્રુડો જ્યારે ગુજરાતની મુલાકાત પર હતા તો પીએમ નરેન્દ્ર મોદી તેમની સાથે આવ્યા નહોતા. એટલે સુધી કે એરપોર્ટ પર નેતૃત્વ માટે પણ પીએમ મોદી નહોતા. આ વાતનો કેનેડા મીડિયાએ મુદ્દો બનાવી દીધો છે. એનએસજીમાં ભારતની સભ્યતાનું સમર્થન કરનાર કેનેડાના પ્રશ્નો પર સરકારી સૂત્રોએ સ્પષ્ટતા કરી દીધી છે. આ બધાની વચ્ચે પંજાબના સીએમ અમરિંદર સિંહે ટ્રુડો સાથે બુધવારે મુલાકાત કરવાની પુષ્ટિ કરી છે.

સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ટ્રુડોનું નેતૃત્વ એક રાજ્યમંત્રી કર્યું હતું. તેમણે કહ્યું કે અહીં સમજવાની જરૂર છે કે પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગને રિસીવ કરવા એરપોર્ટ ગયા નહોતા. પીએમ મોદી કોઇપણ મહેમાનને રિસીવ કરવાં કે છોડવા એરપોર્ટ જવું એક ખાસ જેસ્ચર હતું અને આ માત્ર કેટલાંક મહેમાનો સુધી જ સીમિત રહ્યું છે. પીએમ મોદીએ અત્યાર સુધીમાં પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જાપાનના પીએમ શિન્ઝો આબે, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના અને ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને એરપોર્ટ પર રિસીવ કર્યા છે.

જ્યારે શનિવાદે ટ્રુડો દિલ્હી પહોંચ્યા તો તેના બીજા દિવસે તેમણે તાજમહેલની મુલાકાતની યોજના બનાવી. તેના બીજા દિવસે તેઓ અમદાવાદ અને મુંબઇ માટે રવાના થયા. ટ્રુડો બુધવારના રોજ અમૃતસરની મુલાકાત લેશે. ત્યારબાદ શુક્રવારના રોજ દિલ્હી આવશે જ્યાં તેમનું સત્તાવાર સ્વાગત થશે અને પછી તેઓ પીએમ મોદીની સાથે બેઠક કરશે. ભારતનું ભ્રમણ કરી રહેલા ટ્રુડોને સલાહ આપવામાં આવી હતી કે તેઓ બીજી જગ્યાએ જાય તે પહેલાં દિલ્હી આવે, પરંતુ ટ્રુડો અને તેમના અધિકારીઓએ જાતે જ અમદાવાદ જવાનો પ્લાન કર્યો હતો. પીએમ મોદીએ ટ્રુડોની સાથે અમદાવાદ જવાની સહમતિ પણ આપી નહોતી. આપને જણાવી દઇએ કે કેનેડાના મીડિયામાં એ વાતને મુખ્ય મુદ્દો બનાવામાં આવી રહ્યો છે કે મોદી જિનપિંગ, આબે અને નેતન્યાહુની યાત્રા દરમ્યાન પોતે અમદાવાદ ગયા હતા.

શું કારણ દર્શાવામાં આવી રહ્યું છે
ટ્રુડોને કથિત રીતે ખાલિસ્તાનીઓના સમર્થક કહેવાય છે. તેમણે શીખ અલગતાવાદી આંદલોનમાં સામેલ લોકોને પોતાની કેબિનેટમાં મંત્રી બનાવ્યા હતા તેના લીધે મામલો વધુ બગડી ગયો. ટ્રુડોની કેબિનેટમાં હાલ ચાર શીખ મંત્રી છે. તેમાં હરજીત સજ્જન, અમરજીત સોહી, નવદીપ બૈંસ, બર્દિશ છાગર સામેલ છે. સોહીએ તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ખાલિસ્તાન આંદોલનના તો વિરુદ્ધ સમર્થન

ટ્રુડો એ કેનેડામાં ખાલસા ડે પરેડમાં પણ હિસ્સો લીધો હતો, જેમાં ખાલિસ્તાન સમર્થકોને એકત્ર કર્યાનો રિપોર્ટ આવતો રહ્યો છે. ભારત ઇચ્છતું નહોતું કે ટ્રુડો આ ઇવેન્ટમાં જાય, પરંતુ ટ્રુડો ત્યાં ગયા હતા. જોકે પંજાબના સીએમ અમરિંદર સિંહે ટ્વીટ કરી ખુદ ટ્રુડોને મળવાની વાત કહી છે.