કમલ હસનના બદલાતા રંગ, હિંદુઓ વિષે કહ્યું કઈંક આવું – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કમલ હસનના બદલાતા રંગ, હિંદુઓ વિષે કહ્યું કઈંક આવું

કમલ હસનના બદલાતા રંગ, હિંદુઓ વિષે કહ્યું કઈંક આવું

 | 9:05 pm IST

તામિલ ફિલ્મ અભિનેતા કમલ હસને પોતાના સંભવિત રાજકીય પક્ષના વિચારને હાલ સ્થગિત રાખ્યો હોવાની જાહેરાત કરતાં એક કોલમમાં જણાવ્યું છે કે, ‘હિંદુઓ હાલ બહુમતીમાં છે અને તેમણે બાકીનાઓને ગળે લગાવવાં જોઈએ અને ભૂલ કરતાં હોય તો તેમને સુધારવાં જોઈએ.’ આનંદ વિકટન મેગેઝિનમાં તેમની કટાર પ્રગટ થઈ છે. હસનના આ લેખે તેમણે અગાઉ કરેલાં નિવેદનો પર ઠંડું પાણી નાખે છે. અગાઉ હસને કહ્યું હતું કે જમણેરી વિચારધારા ધરાવનારાઓ અંતિમવાદ વિષે વાત ના કરી શકે. આતંકવાદ તેમની છાવણીમાં પણ ફેલાયેલો છે. બદનક્ષીના દાવા અને હત્યાની ધમકીઓ મળ્યા પછી તેણે સ્પષ્ટતા કરી હતી કે તેનાં નિવેદનનાં થયેલા અનુવાદમાં તેમના કહેવાનો અર્થ ખોવાઈ ગયો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે હિંદુ ટેરર જેવા શબ્દનો ઉપયોગ કર્યો જ નહોતો.

આજની કોલમમાં તેણે લખ્યું છે કે હિંદુ તે બહુમતીમાં છે અને મોટાભાઈની જવાબદારીમાં છે. હિંદુ જ્યારે કહી રહ્યાં હોય કે તેઓ મોટા છે તો તેમનાં હૃદય પણ મોટાં હોવાં જોઈએ. તેમણે બીજાઓને ગળે લગાડવાં જોઈએ. આપણે લોકોને જવાબદાર ઠેરવીને તેમને સજા આપવાની કામગીરી કોર્ટને સોંપેલી છે, તે કાર્ય કોર્ટને કરવા દો.’મને કોર્ટમાં ઢસડી જવામાં આવશે તો મને વાંધો નથી. હું લોકો વતી સફર કરી રહ્યો છું.’

તેમણે પોતાના ફેન્સને પોતાના વેરા ચૂકવવા કહેતાં જણાવ્યું હતું કે મગફળીનો દાણો આપીને આપણે તરબૂચની અપેક્ષા ના રાખી શકીએ.

પક્ષ માટે આવેલું ભંડોળ કર્યું પરત

જરૂરિયાતમંદોને મદદ કરવા કમલ હસનના ચાહકોએ તેમને રૂપિયા ૩૦ કરોડનું ભંડોળ પાઠવ્યું હતું. હસને લેખમાં કહ્યું છે કે તેમનો પક્ષ હજી લોન્ચ થયો નથી, પક્ષ માટે મળેલું ભંડોળ તેઓ પરત કરી રહ્યા છે. કોઈ પક્ષીય માળખાકીય વ્યવસ્થા વિના ભંડોળ રાખવું ગેરકાયદે બની રહેશે. તેમણે હજી પક્ષનું નામ અને તેને લોન્ચ કરવાની તારીખ નક્કી કરી નથી.