No Positive Case Continue for 7 Days in Rajkot
  • Home
  • Corona live
  • રંગીલા રાજકોટમાં સતત સાતમા દિવસે કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નહીં

રંગીલા રાજકોટમાં સતત સાતમા દિવસે કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નહીં

 | 6:58 pm IST

એકબાજુ ગુજરાતમાં સતત કોરોના વ્યાપ વધતો જઈ રહ્યો છે. તેમાં પણ અમદાવાદની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનનાં કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં રાજકોટ માટે એક સારા સમાચાર છે. રાજકોટમાં સતત સાતમા દિવસે પણ એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજે પણ રાજકોટના તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

રાજકોટમાં આજે 26 સેમ્પલમાંથી 21 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે લેબમાં ભૂજના પાંચ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. રાજકોટનાં તમામ 7 સેમ્પલનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. સતત સાતમા દિવસે રાજકોટમાં રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો લીધો છે. તેમ છતાં પણ રાજકોટ તંત્ર દ્વારા તકેદારીનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધી રાજકોટ શહેરના 177માંથી 9 પોઝિટિવ અને 168 નેગેટિવ આવ્યા છે તો રાજકોટ ગ્રામ્યમાં 44માંથી 43 નેગેટિવ અને 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટમાં 93 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે. જ્યારે 1593 લોકો ઓબ્ઝર્વેશન બહાર છે.

આ વીડિયો પણ જુઓઃ રાજકોટ પોલીસ લોકઅપનો ટિકટોક વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન